ETV Bharat / state

શિયાળાના બીજા મહિનામાં કેવું રહેશે તાપમાન? શું વરસાદ પડશે ? શું કહે છે IMD, જાણો - GUJARAT WEATHER UPDATE

IMD અનુસાર ડિસેમ્બરના આગામી 6 દિવસમાં મહત્તમ તાપમાન 31 સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 16 સેલ્સિયસ રહેશે.

આગામી 6 દિવસ ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન કેવું રહેશે
આગામી 6 દિવસ ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન કેવું રહેશે (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2024, 6:00 AM IST

Updated : Dec 2, 2024, 6:58 AM IST

હૈદરાબાદ: રાજ્યમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના અગીયારમાં મહિનામાં એટેલે કે નવેમ્બરમાં ગુજરાતવાસીઓને ઠંડકનો અનુભવ થયો હતો. પરિણામે ઉનાળા અને ચોમાસા દરમિયાન થતાં બફારાથી સ્થાનિકોને થોડા ઘણા અંશે હાશકારો થયો હતો. જોકે ચાર મહિનાની શિયાળાની ઋતુ નવેમ્બરથી શરૂ થઈને ફેબ્રુઆરી સુધી હોય છે. હવે શિયાળાની ઋતુનો બીજો મહિનો એટલે કે ડિસેમ્બર કેવો રહેશે તે માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.

IMD (ભારતીય હવામાન વિભાગ) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર ડિસેમ્બર મહિનામાં શિયાળાની ઋતુના મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. IMD ના ડેટા અનુસાર 1 ડિસેમ્બરમાં નોંધાયેલ મહત્તમ તાપમાન 28. 3 સેલ્સિયસ છે, જયારે લઘુત્તમ તાપમાન 15.4 સેલ્સિયસ છે.

આગામી 6 દિવસ ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન કેવું રહેશે
આગામી 6 દિવસ ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન કેવું રહેશે (Etv Bharat Gujarat)

આગામી 6 દિવસ ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન કેવું રહેશે, ચાલો જાણીએ...

આમ, IMD અનુસાર ડિસેમ્બરના આગામી 6 દિવસમાં મહત્તમ તાપમાન 31 સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 16 સેલ્સિયસ રહેશે. આ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે.

વરસાદની વાત કરી તો બંગાળની ખાડીએ બનેલ સિસ્ટમના કારણએ બનેલ ફેંગલ વાવાઝોડાના કારણએ ગુજરાતનાં દક્ષિણ વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાશે જોકે વરસાદ થવાની સંભાવના નહિવત રહેશે.

તમને જણાવી દઈએ કે, શિયાળાની શરૂઆતમાં એટલે કે નવેમ્બર મહિનામાં રાજ્યમાં વાતાવરણ સામાન્ય હતું. આ મહિનામાં ગરમી અને ઠંડીનું વાતાવરણ સામાન્ય નોંધાયું હતું.

આ પણ વાંચો:

  1. તમિલનાડુમાં ભારે વરસાદ, રાજ્યના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે 'ફેંગલ' વાવાઝોડું
  2. ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી, જુઓ આગામી 3 દિવસ બાદ કેવું રહેશે તાપમાન

Last Updated : Dec 2, 2024, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.