ગુજરાત

gujarat

ETV Bharat / state

'અંતિમ ઈચ્છા', વાજતે-ગાજતે નીકળી 101 વર્ષના વૃદ્ધાની અંતિમયાત્રા, અમરેલી જિલ્લાની ઘટના - FUNERAL

અમરેલી જિલ્લામાં બેન્ડ બાજા સાથે વાજતે-ગાજતે એક વૃદ્ધાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આમ શોક પ્રંસગ સુખના પ્રસંગમાં બદલતો જોવા મળ્યો હતો.

વાજતે-ગાજતે નીકળી 101 વર્ષના વૃદ્ધાની અંતિમયાત્રા
વાજતે-ગાજતે નીકળી 101 વર્ષના વૃદ્ધાની અંતિમયાત્રા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2024, 5:41 PM IST

અમરેલી: સામાન્ય રીતે કોઈનું મૃત્યું થાય ત્યારે ખુબજ દુ:ખ અને શોક સાથે મૃતકની અંતિમયાત્રા કાઢવામાં આવે છે, અને તે દરમિયાન ખુબ જ આક્રંદ અને રડવું આવે અને ગમગીનીભર્યો માહોલ સર્જાય તે સ્વાભાવિક છે. પરંતુ અમરેલી જિલ્લામાં એક વૃદ્ધાના મૃત્યું બાદ કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતાં.

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખાણ ખીજડીયા ગામે રહેતા એક પરિવારના વૃદ્ધ મહિલાનું મૃત્યું થતાં અનોખી રીતે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને આ અંતિમયાત્રાની આજે સમગ્ર પંથકમાં ચર્ચા થઈ રહી છે.

વાજતે-ગાજતે નીકળી 101 વર્ષના વૃદ્ધાની અંતિમયાત્રા (Etv Bharat Gujarat)

ખાણ ખીજડીયા ગામે રહેતા 101 વર્ષના વૃદ્ધા સાગરબેન હરખાણીયાનું મૃત્યુ થતાં પરિવારના સભ્યોએ તેમની બેન્ડ બાજા સાથે અંતિમયાત્રા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં ગામલોકો અને પરિવારના સભ્યો જોડાયા હતા અને વૃદ્ધાને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.

વાજતે-ગાજતે નીકળી 101 વર્ષના વૃદ્ધાની અંતિમયાત્રા (Etv Bharat Gujarat)

મૃતક સાગરબેન હરખાણીયા નામના વૃદ્ધાની અંતિમ ઈચ્છા અનુસાર પરિવારે બેન્ડ બાજા અને અબીલ ગુલાલ સાથે તેમની વાજતે-ગાજતે અંતિમયાત્રા કાઢી હતી. આમ મૃત્યુ જેવો શોકનો પ્રસંગ જાણે સુખનો પ્રસંગ હોય તેવો માહોલ ગામમાં જોવા મળ્યો હતો.

સામાન્ય રીતે કોઈ લગ્નપ્રસંગમાં જોવા મળે તેવા દ્રશ્યો આ વૃદ્ધાની અંતિમયાત્રા દરમિયાન જોવા મળ્યા હતાં. ઢોલ-નગારા અને બેન્ડવાજાના તાલે ગામમાં યોજાયેલી આ અંતિમયાત્રાની લોકો પણ ચર્ચા કરી રહ્યાં છે.

  1. દરિયાથી ઊંઘી દિશામાં વહે છે ગુજરાતની આ નદી, ખોડિયાર માતાના પરચાથી ધૂળમાં પાણી વહેતું થયું હતું
  2. 125 ભૂતો સાથે મળીને એક ભૂતે બનાવી હતી આ વાવ !, 400 વર્ષ પહેલાંની લોકવાયકાનો જીવંત પુરાવો આજે પણ અડીખમ

ABOUT THE AUTHOR

...view details