પોરબંદર:વિદેશની ધરતી પર ફરી એકવાર પોરબંદરનું નામ ગુંજતું કરનાર ગોલ્ડન ગાંધીજી એટલે કે જયેશ હિંગળાજિયા. તેમને 21/05/2024 ના રોજ યુ.એસ.એ અમેરિકાના બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે . છ મહિનાના સિલેક્શન બાદ આ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મળેલ છે જેમાં બીજી ઓક્ટોબર ૨૦૦૩ થી લઈ, ૨૬ જાન્યુઆરી, ૨૦૨૪ એમ ૨૦ વર્ષની આ ગાંધી યાત્રા પૂર્ણ કરી ૧૫૧ વખત મહાત્મા ગાંધીજી બની એશિયામાં સૌથી વધારે ૨૫૨ વખત વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મેળવનાર વ્યક્તિ બન્યા છે .
પોરબંદરના આ 'ગોલ્ડન ગાંધીજી'ને યુ.એસ.એ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન - The famous Golden Gandhi - THE FAMOUS GOLDEN GANDHI
ગોલ્ડન ગાંધીજી તરીકે ફેમસ પોરબંદરના યુવાનને યુ. એસ. એ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું છે . તેઓ બીજી ઓક્ટોબર ૨૦૦૩ થી લઈ અને ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ સુધી ૨૦ વર્ષની આ ગાંધી યાત્રા પૂર્ણ કરી ૧૫૧ વખત મહાત્મા ગાંધીજી બની એશિયામાં સૌથી વધારે ૨૫૨ વખત વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મેળવનાર વ્યક્તિ બન્યા છે. The famous Golden Gandhi
Published : May 23, 2024, 12:16 PM IST
|Updated : May 24, 2024, 12:40 PM IST
41 જેટલા વર્લ્ડ રેકોર્ડ: વિવિધ મહાનુભાવો એ જયેશ હીંગળાજીયાની કામગીરીને બિરદાવી: જયેશ હીંગળાજીયા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પોંડીચેરીના સીએમ એન. રંગાસ્વામી તથા ગુજરાતના ગવર્નર કમલા બેનીવાલ તથા ઓમ પ્રકાશ કોહલી વગેરે મહાનુભવોની હાજરીમાં ગોલ્ડન ગાંધીજી બનેલા છે. તે ઉપરાંત તેમને ઇન્ટરનેશનલ ચેનલમા પણ સ્થાન મળ્યું છે. ગીનિસ વર્લ્ડ રેકોર્ડ, લીમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ભારત વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા, વગેરે વર્લ્ડના 41 જેટલા વર્લ્ડ રેકોર્ડ કંપનીમાં સ્થાન મળેલ છે. આ ઉપરાંત જયેશજી ગાંધીયાત્રા, જૈન મુનિમ તરુણસાગર સ્વામીજી તથા ભારતના અલગ અલગ શહેરોમાં જેવા કે દિલ્હી, ભટિંડા, બુરહાનપુર, મધ્યપ્રદેશ, મુંબઈ, કલકત્તા, પોંડીચેરી, નેઇલુર વગેરે શહેરોમાં મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ પણ બનેલા છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૨ માં વિયેટનામ હોચિમીનન ખાતે વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટી યુ. કે દ્વારા પીએચડી ની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.
ગોલ્ડન ગાંધીજી બનવાની પ્રેરણા ક્યાંથી મળી ?: જયેશ હિંગળાજીયા એ જણાવ્યુ કે , આ વિચાર તેમને એક ઈંગ્લીશ મુવીમાંથી આવ્યો હતો, જેમાં ચોરી કરનારને કાળાપાણીની સજા મળતી હતી પરંતુ ગરીબી અને ભૂખના કારણે ફિલ્મના હીરો એ ડબલ રોટી ની ચોરી કરી હતી અને પોલીસથી બચવા માટે તે અલગ અલગ ઝાડ પાનના કલર પોતાના શરીર પર લગાવતો હતો. આમ આ ફિલ્મ જોઈને આ પ્રકારનો વિચાર આવ્યો. ત્યાર બાદ મહાત્મા ગાંધીજીના પાત્ર નો વિચાર આવ્યો અને આજે 20 વર્ષ સુધી ગોલ્ડન ગાંધીજી બનવાની આ યાત્રા ચાલુ છે .જેમાં તમામ ઉચ્ચ હોદાથી લઈ સામાન્ય લોકોનો પણ સહકાર મળી રહ્યો છે.