રાજકોટ:રાજકોટમાં રહેતી સગીરાની છેડતી મામલો કોર્ટે આરોપીને દોષી ગણાવતા 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સગીરાની માતાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે દિવસે તેમની પાલતુ બિલાડી અગાશી ઉપર જતી રહી હતી,જેથી તેમની સગીર દિકરી અગાશી ઉપર બિલાડીને લેવા જતા, આરોપીએ તેની પર જાતીય હુમલો કર્યો હતો અને જાતીય સતામણી કરેલી. આ બાબતે ગુનો નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો ?
વર્ષ 2023માં રાજકોટમાં રહેતી 12 વર્ષીય સગીરા અગાશી પર હતી, ત્યારે તેની સાથે છેડતીનો બનાવ બન્યો હતો. આ કેસમાં સગીરાની માતાએ ફરીયાદ નોંધાવી હતી. આ બાબતે ગુનો નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવેલી અને પોકસો કોર્ટમાં કેસ ચાલતા ભોગ બનનાર તેની માતા પોલીસ વિટનેસ, જન્મ તારીખ અંગેના સાક્ષી વગેરેને તપાસવામાં આવ્યા.