સુરત: શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ઈશ્વર પેલેસમાં નકલી નોટરી કમ વકીલની ઓફિસ ઝડપાઈ હતી. અહીં 17 વર્ષના સગીર અને 28 વર્ષીય પિતરાઈ ભાઈ છેલ્લા 11 મહિનાથી નકલી દસ્તાવેઝો બનાવી રહ્યાં હતાં. પોલીસની રેડમાં વકીલના સ્ટેમ્પ, કરચેલીયા, બગુમરા અને સોનગઢના આમલકુંડીના લગ્ન નોંધણી કચેરીના સિક્કા સહિત આમલકુંડી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીનો નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા. બન્ને ભેજાબાજ ભાઈએ 11 મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ, મેરેજ સર્ટિફિકેટ ઇશ્યૂ કરી નાખ્યાં છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, યૂ-ટ્યૂબ પર સ્ટેમ્પ બનાવવાનું શીખી એમેઝોન પરથી મશીન પણ મંગવી લીધુ હતું.
ભેજાબાજ ભાઈઓ નકલી નોટરીની ઓફિસ ખોલી, નકલી સિક્કા બનાવી હજારો નકલી સ્ટેમ્પ અને મેરેજ સર્ટિફિકેટ બનાવી આપી દીધા - Surat News
વરાછામાં ભેજાબાજ ભાઈઓ નકલી નોટરીની ઓફિસ ખોલી વકીલ અને તલાટીના સિક્કા પણ બનાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 17 વર્ષના સગીર અને 28 વર્ષના પિતરાઇ ભાઈ જાતે જ વકીલ તલાટી બન્યા હતા. બંને ભાઈઓએ 11 મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ અને મેરેજ સર્ટિફિકેટ બનાવી આપી દીધા છે.
Published : Jul 31, 2024, 1:46 PM IST
ભાડા કરારના સિક્કાનો કલર અલગ હતો આ અંગેની વિગત એવી છે કે, અમરોલીના એડવોકેટ કમ નોટરી રાકેશ કે. પટેલને ધ્યાને આવ્યું હતું કે, તેમના નામથી એક ભાડા કરાર ફરી રહ્યો છે. આ ભાડા કરાર ઉપર જે સિક્કો હતો, તેનો કલર અલગ હતો. જે બાદ તપાસ કરતાં આ ભાડા કરાર નકલી હોવાનું અને વરાછા ઇશ્વર પેલેસમાં આવેલી ઓફિસમાંથી ઇશ્યૂ થયો હોવાનું સામે આવ્યું હતું. તેમના નામથી જે સ્ટેમ્પ પેપર ઉપર ટિકિટ અને સ્ટેમ્પ લગાવી ઇશ્યૂ કરાઇ હતી, તેની નોંધણી ટ્રેઝરી ઓફિસમાં જ કરાઈ હોવાથી મામલો ગંભીર બન્યો હતો.
તલાટી કમ મંત્રીનો નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યો: આ મામલે વરાછા પોલીસની ટીમે આ ઓફિસમાં રેડ કરી હતી. ઓફિસમાંથી પોલીસને એડવોકેટ રાકેશ પટેલના નામથી સંખ્યાબંધ રબર સ્ટેમ્પ અને સિક્કાઓ મળી આવ્યા હતા. તે ઉપરાંત કરચેલીયા, બગુમરા અને સોનગઢના આમલકુંડીના લગ્ન નોંધણી કચેરીના સિક્કા અને આમલકુંડી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીનો નકલી રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા. પોલીસને નકલી મેરેજ સર્ટિફિકેટ સહિતના નકલી ડોક્યુમેન્ટ કબજે કરી આખું રેકેટ ચલાવતાં 28 વર્ષીય આકાશ કિરીટ ઘેટીયાની ધરપકડ કરી હતી. તેની સાથે તેનો 17 વર્ષીય પિતરાઈ ભાઈ પણ ભાગીદાર હતો. આ બંને મળી આખું રેકેટ ચલાવતા હોવાનો પર્દાપાશ થયો છે.