ભૂજ:5 વર્ષ અગાઉ ભુજમાં સગીરાનું અપહરણ અને બળાત્કારનો આરોપી વિશાલ મહેન્દ્રકુમાર ઠાકોર આખરે પોલીસના શકંજામાં સપડાયો છે. પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડે અમદવાદના સોલા ખાતે આરોપી હાજર હોવાની બાતમી મળતા આરોપીને ઝડપી પાડયો હતો. પોક્સો એક્ટ મુજબના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી આરોપી પોલીસથી નાસતો ફરતો હતો. પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. છે.
ભુજમાં સગીરાનું અપહરણ અને બળાત્કારનો આરોપી 5 વર્ષે અમદાવાદથી ઝડપાયો
વર્ષ 2020માં ભુજમાં સગીરાનું અપહરણ અને બળાત્કાર કરીને નાસી ગયેલો આરોપી 5 વર્ષે પોલીસના હાથે ચડ્યો છે.
Published : Nov 8, 2024, 5:58 PM IST
વર્ષ 2020માં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની યુવતીના અપહરણ, બળાત્કાર તેમજ પોક્સો એક્ટ મુજબના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. અધિકારીઓની સૂચના અનુસાર પેરોલ ફર્લો સ્ક્વૉડનો સ્ટાફ પ્રયત્નશીલ હતો, તે દરમિયાન પોલીસ હેડકોન્સ્ટેબલ ધર્મેદ્ર રાવલ તથા કનકસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, ભુજ સીટી બી-ડીવીઝનમાં વર્ષ 2020 માં ઈપીકો મુજબ 363,366,376(2) તથા પોક્સો એક્ટ કલમ 4,5(એલ),6 મુજબના ગુનાની ધરપકડથી બચવા છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી વિશાલ મહેન્દ્રકુમાર ઠાકોર હાલમાં અમદવાદ શહેરના સોલા ખાતે હાજર છે.
પેરોલ ફર્લો સ્કોડ દ્વારા સચોટ બાતમીના આધારે તે જગ્યાએ વોચમાં રહી બાતમીવાળો આરોપી મળી આવતા તેને અમદાવાદ ખાતેથી પકડી પાડી ગુના કામે સી.આર.પી.સી કલમ 41(1), (આઇ) મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભુજ સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમા સોંપવામાં આવ્યો છે.