ગુજરાત

gujarat

ETV Bharat / state

GCCI દ્વારા આયોજિત "ટેકસટાઇલ લીડરશીપ કોન્કલેવ 2024 " 15મી જૂનના રોજ યોજાશે - Textile Leadership Conclave 2024

GCCIના ટેક્સટાઈલ ટાસ્ક ફોર્સે "ટેકસટાઈલ લીડરશીપ કોન્કલેવ 2024"નું આયોજન કર્યુ છે. GCCI દ્વારા આયોજિત "ટેક્સટાઇલ લીડરશીપ કોન્કોવ" ની આ ત્રીજી આવૃત્તિ છે. આ કોન્ફ્લેવ નું આયોજન શનિવાર તારીખ 15મી જૂન, 2024ના રોજ કર્ણાવતી ક્લબ ખાતે કરવામાં આવેલ છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 8, 2024, 11:02 PM IST

અમદાવાદઃ 15મી જૂનના રોજ GCCIના ટેક્સટાઈલ ટાસ્ક ફોર્સે "ટેકસટાઈલ લીડરશીપ કોન્કલેવ 2024"નું આયોજન કર્યુ છે. આ વાર્ષિક કોન્ફ્લેવનો મુખ્ય ઉદ્દેશ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ સ્ટેક હોલ્ડર્સને આ ઉદ્યોગ બાબતે વિવિધ ઇનસાઈટ તેમજ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ ઓફર કરવાનો છે. આ કોન્કલેવમાં ટેકસટાઇલ ઉદ્યોગ સંદર્ભે વાર્તાલાપ, સફળ ઉદ્યોગપતિઓના અનુભવ, નવા ટેકસટાઇલ સ્ટાર્ટઅપ્સ વિશે માહિતી વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

GCCI દ્વારા આયોજિત "ટેકસટાઇલ લીડરશીપ કોન્કલેવ 2024 " 15મી જૂનના રોજ યોજાશે (Etv Bharat Gujarat)

700થી વધુ સહભાગીઃ "ટેકસટાઈલ લીડરશીપ કોન્કલેવ 2024" માં સમગ્ર ગુજરાત રાજયમાંથી જીનીંગ, સ્પિનિંગ, વિવિંગ પ્રોસેસ હાઉસ, ગાર્મેન્ટિંગ, ટેકનિકલ ટેક્સટાઈલ અને ટેકસટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાંથી 700 થી વધુ સહભાગીઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે. આ વાર્ષિક કોન્ફ્લેવનો મુખ્ય ઉદ્દેશ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ સ્ટેક હોલ્ડર્સને આ ઉદ્યોગ બાબતે વિવિધ ઇનસાઈટ તેમજ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ ઓફર કરવાનો છે. આ કોન્કલેવમાં ટેકસટાઇલ ઉદ્યોગ સંદર્ભે વાર્તાલાપ, સફળ ઉદ્યોગપતિઓના અનુભવ, નવા ટેકસટાઇલ સ્ટાર્ટઅપ્સ વિશે માહિતી વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

નિષ્ણાંતોના વક્તવ્યઃ "ટેકસટાઈલ લીડરશીપ કોન્કલેવ 2024" માં ટેક્સટાઈલ ક્ષેત્રમાં નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ ઉપસ્થિત સૌ કોઈ સમક્ષ પોતાના અનુભવનો નિચોડ રજૂ કરશે. જેમાં ડૉ.એસ.એન મોદાણી, વાઇસ ચેરમેન સંગમ (ઇન્ડિયા) લિ., પ્રમોદ ખોસવા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ખોસવા પ્રોફાઇલ પ્રા. લિ., અજય અરોરા મેનેજિંગ ડિરેક્ટર ડીડેકોર હોમ ફેબિક્સ અને પ્રશાંત અગ્રવાલ, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર વઝીર એડવાઈઝર્સનો સમાવેશ થાય છે. GCCI દ્વારા આયોજિત "ટેકસટાઇલ લીડરશીપ કોન્કલેવ 2024 " 15મી જૂનના રોજ યોજાશે.

  1. CM Bhupendra Patel in Ahmedabad : પીએમ મોદીના ગુડ ગવર્નન્સના વિચારનું પ્રતિબિંબ છે સનદી અધિકારીઓના પુસ્તકો
  2. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: જીસીસીઆઈ દ્વારા 7 અને 8 માર્ચે મહિલાઓ માટે ખાસ કાર્યક્રમો યોજાશે

ABOUT THE AUTHOR

...view details