તાપી: મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા તાપી જિલ્લામાં 31 મી ડિસેમ્બરની ઉજવણી કેટલાક તત્વો દ્વારા નશીલા પદાર્થનું સેવન કરીને કરતા હોય છે, આવા તત્વોને ડામવા માટે તાપી પોલીસે અલગ અલગ ચેક પોસ્ટ બનાવીને સતત વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી.
ઉપરાંત, મર્યાદા કરતા વધુ અવાજ ધરાવતી બુલેટ મોટરસાઇકલને પણ ડીટેઈન કરી આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હજારો રૂપિયાનો દંડ વસુલાત કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો હતો.
31st ની ઉજવણીને લઇને તાપી પોલીસ સતર્ક (Etv Bharat Gujarat) 18 જેટલી ટું વ્હિલર ગાડીઓનેડીટેઈન:તાપી જિલ્લા પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને જિલ્લામાં મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારમાં 7 આંતર રાજ્ય ચેકપોસ્ટ અને 3 તાપી જિલ્લાની ચેકપોસ્ટ બનાવીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 18 જેટલી ટું વ્હિલર ગાડીઓને ડીટેઈન કરી મેમો આપવામાં આવ્યો હતો. ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ કરતી બુલેટ ગાડીઓ જે ઘોંઘાટ કરી રહી હતી. તેવી 14 બૂલેટને ડીટેઈન કરવામાં આવી હતી.
14 જેટલી બુલેટ પકડાઈ (Etv Bharat Gujarat) જિલ્લામાં અનિચ્છનિય ઘટના ન બને અને નશાનું સેવન કરતા લોકો જિલ્લાનું માહોલ ન બગાડે તે માટે નશાનું સેવન કરતા લોકો પર પોલીસ ત્રાટકી હતી. જેમાં 48 જેટલા પિધેલાના કેસો તાપી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા.
14 જેટલી બુલેટ પકડાઈ (Etv Bharat Gujarat) 14 જેટલી બુલેટ પકડાઈ: તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નરવડે એ જણાવ્યું હતું કે, 'ગયકાલ તારીખ 31 ડિસેમ્બર 2024 ના રોજ તાપી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકીંગની ડ્રાઈવ રાખવામાં આવેલી હતી અને આ એક સ્પેશિયલ ડ્રાઇવ હતી. એમવી એક્ટ 207 મુજબ કુલ 18 વાહનો, એમવી એક્ટ 185 મુજબ જે પીધેલા કેસો કરવામાં આવે છે એ 41 તથા પ્રોહીબિસનના કેસો 48 તથા પ્રોહીબેસનના કપજના કેસો કુલ 17 કેસો તાપી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલા છે. 14 જેટલી બુલેટ પકડવામાં આવી છે. જેમાં એ જુદા જુદા પ્રકારના આવાજ કરતી હોવાથી 207 મુજબ ડીટેઈન કરવામાં આવી છે. સાથે મેમો પણ ફટકારવામાં આવ્યો છે.'
આ પણ વાંચો:
- ગુજરાત પોલીસના 12 IPSને નવું વર્ષ ફળ્યું, જાણો કોને કોને મળ્યું પ્રમોશન
- અમરેલી ગુમ યુવતીની લાશ 25 ફૂટ ઊંડા કૂવામાંથી મળી, પ્રેમીએ આ રીતે છૂપાવી લાશ