ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીમાં ડિમોલિશનનો ભોગ બનેલા લોકોની પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની અનોખી કોશિશ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

તાપીના વ્યારામાં આજે મતદારોનો કંઇક જુદો અંદાજ જોવા મળ્યો હતો. શંકર ફળીયા ડિમોલિશન ડ્રાઇવમાં બેઘર થયેલાં સ્થાનિકો દ્વારા દર્શાવવામાં આવેલ બેનર વિરોધનું લખાણ ઉમેદવારો માટે એક રીતે ધ્યાનપાત્ર છે અને તે લોકો માટે પીડાની અભિવ્યક્તિ પણ છે.

તાપીમાં ડિમોલિશનનો ભોગ બનેલા લોકોની પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની અનોખી કોશિશ
તાપીમાં ડિમોલિશનનો ભોગ બનેલા લોકોની પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની અનોખી કોશિશ

By ETV Bharat Gujarati Team

Published : Apr 27, 2024, 8:08 PM IST

પીડાની અભિવ્યક્તિ

તાપી : ગુજરાતમાં અમુક જગ્યાએ ચૂંટણીઓ યોજાય છે ત્યારે જોવામાં આવે છે કે સરકાર કે પક્ષ કે ઉમેદવારે જોયા કે સાંભળ્યા હશે કે ચૂંટણીના બહિષ્કાર અંગે ચિંતિત લોકો એવા બોર્ડ કે બેનરો લગાવે છે કે કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવાર વિસ્તારમાં પ્રવેશ કરવો જોઈએ. જોકે વ્યારામાં ડિમોલિશનનો ભોગ બનેલા લોકોએ એકઠા થઈને અનોખી રીતે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

ડિમોલિશનમાં ઘર ગુમાવનારા લોકોએ શું કર્યું : ચૂંટણીનો બહિષ્કાર કરવાના કે ઉમેદવારનો વિરોધ કરવાના બેનરો અનેક જોયા હશે, પરંતુ આ પ્રકારે કોઈ પણ પક્ષના ઉમેદવારોને પ્રચાર માટે આમંત્રિત કરતા બેનરો તેઓએ જોવા મળતાં નથી. શંકર પાલીયાના લોકો દ્વારા શંકર પાલીયામાં ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોને આમંત્રણ આપતા બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરો એટલા માટે લગાવવામાં આવ્યા છે કે 22મી જૂન 2023ના રોજ શંકર ફળીયાના 70 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં જેથી ઘણા પરિવારો બેઘર બન્યા હતાં. પરંતુ કહેવાતા રાજકારણીઓ કે નેતાઓ અહીના રહીશોની હાલની પરિસ્થિતિ જાણતા ન હોવાથી તેઓ લોકસભાની ચૂંટણીના ઉમેદવારો આવીને તેમની વેદના સાંભળે અને ન્યાય આપે તેવી આજીજી કરી રહ્યા છે.

ગત વર્ષે થયું હતું ડિમોલિશન : ચોમાસાની ઋતુમાં આશરે 70 જેટલા ઘરોનું વહેલી સવારથી મેગા ડીમોલેશન ભારે પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવ્યું હતું અને કેટલાક ગરીબ પરિવારો રઝળતા થયા હતા. પરંતુ અનેકવાર શંકર ફળિયાના લોકો દ્વારા તંત્રને આવેદન આપી રહેવા માટેની બીજી વ્યવસ્થાની માંગ કરી હતી પરંતુ પ્રશાસન કે કોઈ પણ નેતાનું પેટનું પાણી હલ્યું ન હતું આજે પણ ઝૂપડામાં રહેતા લોકો પોતાના ઘર માટે વલખાં મારી રહ્યા છે.

બારડોલી લોકસભા માટે ઉમેદવારી નોંધાવનાર એક પણ ઉમેદવાર આ મતવિસ્તારમાં 2000થી વધુ મત હોવા છતાં અહીં મત માંગવા આવ્યો નથી. તેથી અહીંના પીડિતોએ પોતાની રીતે પીડાની વાત સાંભળવા આવે તે માટે અમે ઉમેદવારોને આમંત્રણ આપીએ છીએ કે આવીને અમારી પીડા સાંભળો અને મત લઇ જાવ...રોમેલ સુત્તર્યા(સામાજિક આગેવાન)

  1. સ્થાનિકોની પ્રતિક્રિયા : ઘરવિહોણા થયેલા મધુબેન અને સંજયભાઈએ જણાવ્યું હતું કે દસ મહિના પહેલાં અહી ડીમોલેશન ભરચોમાસામાં કરવામાં આવ્યું હતું અને એમને કોઈ સહાય મળી ન હતી તો ઉમેદવારો અહી આવી અમારી વેદના સાંભળો અમારી મદદ કરૉ અને 2000 મત લઈ જાઓ.

    Tapi News : વ્યારાના શંકર ફળિયા ડિમોલિશનનો વિવાદ વધ્યો, પોલીસ સાથે ઘર્ષણ બાદ 16 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ
  2. Tapi News: તાપી પોલીસ દ્વારા સરકારી જમીન પર ડિમોલેશન હાથ ધરાયું

ABOUT THE AUTHOR

...view details