સ્વામિનારાયણના સંતો પર આરોપ (Etv Bharat Gujarat) રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવાર-નવાર ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી હતી. જે બાદ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયૂર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઇચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના ખીરસરા (ઘેટિયા) ગામમાં બની હોવાથી ભાયાવદર પોલીસે ફરાર ધર્મસ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયૂર કાસોદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરમાં રહેતી 30 વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 25-12-2020 ના રોજ ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળ આવેલ છે, ત્યાં રહેતા ધર્મસ્વરૂપદાસ સ્વામીએ મને ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મેં તેમનું પ્રોફાઇલ જોઇને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી અને ત્યારબાદ આ ધર્મસ્વરૂપદાસ સ્વામી મારી સાથે ફેસબુકમાં અને વ્હોટ્સએપમાં વાતચીતો કરતા અમારી વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ તેમણે મને રૂબરૂ મળવા બોલાવતા હું ફેબ્રુઆરીમાં સ્વામીને મળવા માટે ખીરસરા ગામે ગઈ હતી. ત્યારે હું અરણી ગામના બસ સ્ટેશનમાં ઊતરતા મયૂર કાસોદરિયા મને લેવા આવ્યો હતો, જેને સ્વામીએ મોકલ્યો હતો. આ મયૂર મને ગુરુકુળમાં લઈ ગયો હતો. મને પહેલેથી જ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ કીધેલું હતું કે, ગુરુકુળમાં ગેસ્ટરૂમ આવેલ છે તો તમે ત્યાં જ જતાં રહો હું તમને ત્યાં મળીશ તેવું જણાવેલ હતું.
યુવતી ત્રીજા માળે આવેલા ગેસ્ટરૂમમાં ગઈ ત્યારે આ ધર્મસ્વરૂપદાસ સ્વામી ત્યાં હાજર જ હતા. તે દરમિયાન તે મારી સાથે વાતો કરવા લાગ્યા અને મને આશ્વાસન આપી અને મને ખોટી હમદર્દી બતાવીને ભેટી પડ્યા હતા અને બીભત્સ હરકતો કરવાની કોશિશ કરતા મેં તેનો પ્રતિકાર કર્યો હતો. ત્યારબાદ તેમણે મારી સાથે લગ્નની વાત કરી હતી અને મને વાતમાં ફસાવી છેતરીને ખોટી રીતે મારી સાથે ત્યાં ગેસ્ટરૂમમાં જ લગ્ન કર્યા હતા. પછી મને કહ્યું કે, હવે હું તારો કાયદેસરનો પતિ કહેવાવ, જેથી હવે તારા ઉપર મારો હક્ક છે. તે રાતે આ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ મારી ઇચ્છા વિરુદ્ધ મારી સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યો હતો અને કહ્યું હતું કે, આપણાં લગ્ન થઇ ગયાં છે તે વાત તું કોઇને કહેતી નહિ. આપણે સમાજમાં કાયદેસર લગ્ન ન કરી શકીએ, આપણે સાધુ-સાધ્વી થઈને સાથે રહેવાનું છે.
આ પછી સવારના 5 વાગ્યે હું ગુરુકુળથી બસ સ્ટેશન ગઈ હતી અને બસ આવતા હું રાજકોટ મારા ઘરે આવતી રહી હતી. આ વાત ઘરે મેં કોઇને કરી નહોતી. ત્યારબાદ હું અઠવાડિયાના ગાળામાં બે વખત આ સ્વામીને મળવા માટે ગઈ હતી. સ્વામીએ મને લલચાવી કહ્યું કે, સેવાચાકરી કરવાની છે. આ વખતે મારે ધર્મસ્વરૂપદાસ સ્વામી સાથે સાધ્વી થવા બાબતેની વાતચીત થઈ હતી. જે વાત મેં ઘરે જઈને મારા પરિવારને સાધ્વી બનવા અંગેની કરી હતી. ત્યારબાદ હનુમાન જયંતીના દિવસે હું અને મારાં પરિવારજનો ખીરસરા ગામે ગયા હતા અને ત્યાં સ્વામીને મળી સાધ્વી થવા અંગેની વાતચીત કરી હતી. જ્યાં આ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ મને કંઠી પહેરાવી અને દીક્ષા અપાવેલ હતી. દીક્ષા બાદ ખીરસરાથી ટીંબડી ગામમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલ મને એક રૂમ આપ્યો હતો, જ્યાં હું રોકાયેલ હતી.
બીજા દિવસે સવારે મેં હોસ્ટેલના સંચાલકને કહ્યું કે, મારો પરિવાર ખીરસરા ગુરુકુળમાં રોકાયેલ છે, તો હું છેલ્લી વાર તેને મળવા માગું છું. આ બહાનું બતાવવા મને સ્વામીએ કહ્યું હતું. જેથી હોસ્ટેલના સંચાલક મયૂર કાસોદરિયા કે જે સ્વામીનું બધું જાણતો હોતો અને સ્વામીને મદદ કરતો હતો. આ મયૂર કાસોદરિયા મને ખીરસરા ગુરુકુળ મૂકવા આવ્યો, જ્યાં હું સ્વામીને મળી અને ત્યાં જ રાત રોકાઈ હતી. ત્યારે આ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ દિવસના તેમજ રાત્રિના એમ કુલ 5 વાર મારી સાથે મારી ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ થોડા દિવસ બાદ મારા પિરિયડ મીસ થઇ જતા મેં સ્વામીને વાત કરી હતી. જેથી સ્વામીએ મયૂર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ મોકલાવી હતી. જેમાં ચેક કરતા હું પ્રેગ્નન્ટ હોવાનું સામે આવતા મેં સ્વામીને ફોન કરી પ્રેગ્નન્સી અંગેની વાત કરી હતી.
જેમાં સ્વામીએ ગર્ભપાત થવા અંગેની દવા મયૂર સાથે મોકલાવી અને મને કહ્યું કે, આ દવા ખાઇ જજે. જેથી મેં સ્વામીના કહેવાથી દવા ખાધી હતી અને મારો ગર્ભ પડી ગયો હતો, ત્યારબાદ મને ભુજ ખાતે સાધ્વીની ટ્રેનિંગ માટે મોકલી હતી. ત્યારબાદ ભુજ ટ્રેનિંગ પૂરી કરી હળવદ ટ્રેનિંગમાં મોકલી હતી. ત્યાં ટ્રેનિંગ પૂરી કરી હું પાછી ટીંબડી આવતી રહી હતી. આ સમયગાળા દરમિયાન મારે આ સ્વામી સાથે મતભેદ થયો હતો. જેથી સ્વામીએ મને સમજાવેલ કે, તું ખોટું વિચારે છે, મેં તારી સાથે કંઈ ખોટું કર્યું નથી. હું તને સારી રીતે જ રાખું છું, પરંતુ હું માની નહિ અને સ્વામી નારાયણસ્વરૂપદાસને આ સમગ્ર બનાવની વાત કરી હતી. જે બાબતની જાણ સ્વામીને અગાઉથી જ હતી અને બાદમાં હોસ્ટેલ સંચાલક મયૂર, મોટા સ્વામી નારાયણસ્વરૂપદાસ અને ધર્મસ્વરૂપદાસ સ્વામી આ ત્રણેયે મને ધમકાવી અને કહ્યું કે, તું આ વાત કોઇને કરીશ તો અમે જોઇ લઈશું. તને સમાજમાં બદનામ કરીને રાખી દઇશું, તને જીવવા જેવી નહિ રહેવા દઇએ.
આ લોકો વાતને દબાવવા માંગતા હતા, જેથી યેનકેન પ્રકારેણ મને ડરાવી-ધમકાવીને ચૂપ કરાવી હતી. બાદ હું દસેક દિવસ પછી રાજકોટ મારા ઘરે આવતી રહી હતી અને આ સમગ્ર બનાવની વાત મેં મારા માતાને કરી હતી. ત્યારબાદ પણ આ સ્વામી મને ફોનમાં આ વાત કોઈને ન કરવા અંગે ધમકીઓ આપી હતી અને કહેતા હતા કે, તું કેસ કરીશ તો તારું કોઈ માનશે નહીં. મોટા સ્વામી નારાયણસ્વરૂપદાસ અને મારી બહુ લાગવગ છે, તું અમારું કંઈ નહીં કરી શકે. અમે તને જ સમાજમાં બદનામ કરી નાખીશું આવી ધમકીઓ ફોનમાં આપી હતી.
આમ આ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ મારી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી મારી સાથે અવારનવાર મારી ઇચ્છા વિરુદ્ધ મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. મને તેનાથી ગર્ભ રહી જતા હોસ્ટેલના સંચાલક મયૂર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ તથા ગર્ભપાતની દવા મોકલાવી મારી ઇચ્છા વિરુદ્ધ મારો ગર્ભપાત કરાવ્યો હતો. આ સમગ્ર બનાવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી તથા હોસ્ટેલના સંચાલક મયૂરભાઈ આ બન્ને ધર્મસ્વરૂપદાસ સ્વામીને મદદ કરતા તેઓની વિરુદ્ધ પોલીસે IPC 376 2)(એન), 313, 114 મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.Conclusion:આ મામલા ની અંદર ETV BHARAT ના મીડિયા પ્રતિનિધિ દ્વારા સમગ્ર બાબતની માહિતી અને વિગતો મેળવવા માટે સંબંધિત પોલીસ સ્ટેશન એટલે કે ભાયાવદર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો પરંતુ મીડિયાને માહિતીઓ ન આપવાની અધિકારીએ સૂચના આપી હોય તેવું જણાવ્યું હતું જે બાદ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના બે અલગ-અલગ નાયબ પોલીસ અધિક્ષકનો સંપર્ક કર્યો હતો અને રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ કોઈએ માહિતી ન આપી અને માહિતી છુપાવવાનો પ્રયત્ન કરેલ છે ત્યારે આ મામલાની અંદર પોલીસે શા માટે આરોપીઓની વિગતો તેમજ કલમો નથી આપી અને છુપાવી છે તેને લઈને પોલીસની ભૂંડી ભૂમિકા હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
ઉપલેટાના ખીરાસરા ખાતેનો આ પ્રકારનો એક મામલો સામે આવ્યો છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની ભૂતકાળમાં પણ આવી અનેક હરકતો છે. આ સંચાલક કરે છે તેમના ફોન તેમજ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને પોલીસે તુરંત ચકાસવા જોઈએ અને અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તેમજ કામ કરતી મહિલાઓની પણ ગુપ્ત રીતે પૂછતાછ કરે છે તો ઘણું ખુલી શકે છે અને લાંબી લીલાઓ ખૂલવાની ચોક્કસ શક્યતાઓ છે એવું આ ખીરસરા ગામના લોકોએ ગુપ્ત રીતે મીડિયા ને જણાવ્યું હતું.
ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામની આ સંસ્થાના સ્વામીઓ વિદેશમાં પણ સંપર્ક ધરાવતા હોય અને ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટા રાજનેતાઓ સાથે સીધો સંપર્ક ધરાવતા હોય જેના કારણે મામલો જાહેર કરવામાં નથી આવ્યો અને મીડિયાને કોઈપણ પ્રકારની માહિતી જાહેર નથી કરવામાં આવી રહી તેવું સમગ્ર પંથકના લોકો જણાવી રહ્યા છે ત્યારે જો પોલીસ આ મામલાની અંદર બન્ને સ્વામી તેમજ અન્ય વ્યક્તિઓની પકડવા માટેની કામગીરી યોગ્ય નહીં કરે તો સ્વામી ચોક્કસ વિદેશ ભાગી જશે અને મામલો રૂંધાશે અને આગમાંથી ફક્ત ધુવાડો જ નીકળતો દેખાશે તેવી આ પંથકના અને ગ્રામજનોમાં ચર્ચા શરૂ થઈ છે.
હાલ તો આ મામલામાં શૈક્ષણિક સંસ્થાના તમામ જવાબદારો મીડિયા સમક્ષ નથી આવી રહ્યા અને રાતો રાત ક્યાંક ગાયબ થઈ ગયા હોય તેવી ગ્રામજનોની ચર્ચા છે, પરંતુ પોલીસ ફરિયાદ નોંધાયાની રાત્રે પણ સ્વામીના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વિડીયો લાઇવ કરવાના અને પોસ્ટ થવાના સોશિયલ મીડિયાની અંદર અપડેટ માલુમ પડી રહ્યા છે ત્યારે એક વસ્તુ તો સ્પષ્ટ છે કે ફરિયાદ નોંધાયા બાદ સ્વામી ભાગી ચૂક્યા હોય અને કોઈ મોટા માથાનો કે કોઈ મોટા વ્યક્તિનો હાથ અને સાથ હોય તેવી પણ શંકાઓ અને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.
- રાજકોટ TRP ગેમઝોન મામલે બે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા.. - Rajkot TRP Gamezone fire incident