સુરત: શહેરમાં SOG પોલીસે મહિધરપુરા વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી મહિલા જે ગેરકાયદેસર રીતે ખોટુ નામ ધારણ કરીને અને બોગસ ડોક્યુમેન્ટના આધારે રહેતી હોય એની ધરપકડ કરી છે. પોલીસે મહિલા પાસે બોગસ બનાવેલ ભારતીય આધારકાર્ડ પણ જપ્ત કર્યો છે. મહિલા પોતે બાંગ્લાદેશના નાગરીક છે. જે 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે ભારતમાં આવી હતી.
એક સ્પામાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ: આ બાબતે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે, ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત પોલીસ કાર્યરત છે. ત્યારે સુરત SOG પોલીસે મહિધરપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાલતા એક સ્પામાંથી બાંગ્લાદેશી મહિલા ગેરકાયદેસર રહેતી હોય એની ધરપકડ કરી છે. પોલીસે મહિલા પાસે બોગસ બનાવેલ ભારતીય આધારકાર્ડ પણ જપ્ત કર્યો છે.
બાંગ્લાદેશમાંથી યુવતી સુરત આવી: મહિલા પોતે બાંગ્લાદેશના નાગરીક છે અને 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે ભારતમાં આવી હતી. તેણે એક એજન્ટ મારફતે રૂપિયા 15000માં બાંગ્લાદેશી કરન્સી આપી હતી. જ્યાં બાંગ્લાદેશના જશોર જીલ્લાથી પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્વિમ બંગાળ રાજયમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં મહિલાએ હાવડા રેલ્વે સ્ટેશન ખાતે આવી ટ્રેન મારફતે સુરત ખાતે આવી હતી. તે સુરતમાં અલગ અલગ જગ્યાએ ભાડેથી રહેતી હતી. આ મહિલા સાથે અન્ય કેટલા લોકો આવ્યા હતા ? હાલ સમગ્ર મામલે મહિલા વિરુદ્ધમાં મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
- લીલી પરિક્રમાના 5 દિવસોમાં 108ની ઉત્કૃષ્ટ કામગીરી, ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા 108 એ કેટલા કેસ હેન્ડલ કર્યા?
- સોમનાથ: કોળી સમાજની જગ્યાને દૂર કરવાના મામલામાં વિમલ ચુડાસમાનો વિરોધ