અત્યાર સુધીની સૌથી મોટી ગ્રાન્ટ સુરત : આગામી 20 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન યોજના(PM USHA) ની જાહેરાત કરવાના છે, આ જાહેરાત તેઓ જમ્મુ એન્ડ કાશ્મીર ખાતેથી કરવાના છે. આ યોજના અંતર્ગત નર્મદ યુનિવર્સિટીને 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિ.ને પણ 100 કરોડ અને અન્ય ચાર યુનિવર્સિટીને 20-20 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. યુનિવર્સિટીને આજ દિન સુધીમાં સૌથી મોટી ગ્રાન્ડ 100 કરોડ રૂપિયાની મળી છે.
ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થશે : અત્યાર સુધીની સૌથી મોટી ગ્રાન્ટ મેળવતી વીએનએસજીયુ આ ગ્રાન્ટનો ઉપયોગ રીસર્ચ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને અપગ્રેડ કરવા માટે વાપરવામાં કરશે..પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન યોજના હેઠળ દેશની તમામ યુનિવર્સિટીઓમાં નવા ભવનોના બાંધકામ, ડિજિટલ ક્લાસરૂમ, રીસર્ચ માટેના અપગ્રેડ સાધનો, નવી લેબ, તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટ માટે કરવામાં આવી શકે છે.
ગ્રાન્ટ મેળવવાના માપદંડ : આ ગ્રાન્ટ શનિવારના રોજ મોડી સાંજે જાહેર કરવામાં આવી હતી. દેશની 78જેટલી યુનિવર્સિટીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે પૈકી 26 યુનિવર્સિટીઓને 100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાં ગુજરાતમાંથી નર્મદ યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિ.નો સમાવેશ થાય છે. આ ગ્રાન્ટ માટે યુનિવર્સિટીનો NAAC, NIRF રેન્ડિંગ, સ્તુઅંટ એનરોલમેન્ટ, ડિપાર્ટમેન્ટની સંખ્યા, લીગલ સપોર્ટ સેલ, એન્ટી રેગીંગ સેલ, વુમન સપોર્ટ સેલ સ્થાપિત છે કે નહીં, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ જેવા વિવિધ પેરામીટર્સને આધારે ગ્રાન્ટ નક્કી કરવામાં આવે છે. રાજ્યમાં અન્ય ચાર યુનિવર્સિટીઓને 20-20 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે.
નવા કોર્સ પણ શરૂ કરી શકાશે : આ અંગે યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આ સૌથી મોટી ગ્રાન્ટ છે જેના યુનિવર્સિટીમાં અનેક સંસાધનો ઉપલબ્ધ થશે. એટલું જ નહીં, અલગ અલગ ક્ષેત્રમાં જે રોજગારી અને ટેકનોલોજી તેમજ કૌશલની જરૂરિયાત છે તે સંદર્ભે કોર્સ પણ શરૂ કરી શકાશે. ઠાકોર્સના કારણે ગુણવત્તામાં સુધારો આવશે અને રોજગારની તકો વધારે મળશે. ભારતની 26 સિટીને આ ગ્રાન્ટ મળી છે, જેમાંથી દક્ષિણ ગુજરાતની આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ સામેલ છે આ માટે અમે હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ.
જમ્મુ-કાશ્મીર ખાતેથી આ યોજનાની જાહેરાત કરશે પીએમ : ઉલ્લેખનીય છે કે આગામી 20 તારીખે પીએમ મોદી દ્વારા જમ્મુ-કાશ્મીર ખાતેથી આ યોજનાની જાહેરાત કરવામાં આવનાર છે. તેનું જીવંત પ્રસારણ નર્મદ યુનિ. ખાતે કન્વેન્શન હોલમાં પણ દર્શાવવામાં આવશે જેમાં કુલપતિ સહિતના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
- Student Startup Policy : સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ યોજનાને લઈ VNSGU માં નીરસતા, સાત વર્ષમાં ફક્ત 18 જ લાભાર્થી કેમ ?
- VNSGU: સુરતની VNSGUમાં LLBનું પરિણામ 60 ટકા વધ્યું, પરીક્ષા અને ચકાસણી પદ્ધતિમાં ફેરફારના કારણે પરિણામ આવ્યું.