ગુજરાત

gujarat

ETV Bharat / state

માઈનિંગ જાયન્ટ કંપની એસ.એન.ગ્લોબલ મિનરલ્સ અને તરણ જ્યોતની સુરત ઓફિસમાં આવકવેરા વિભાગના દરોડા - Surat News - SURAT NEWS

ગુજરાતની મોટી માઈન્સ કંપની એસ.એન. ગ્લોબલ મિનરલ્સ અને તરણ જ્યોતની સુરત ઓફિસમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના કુલ 25થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. Surat News IT Raid Mining Giant S N Global Minrles Taran Jyot More than 25 Officers

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 9, 2024, 3:57 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સુરતઃ માઈનિંગ જાયન્ટ એવી એસ.એન.ગ્લોબલ મિનરલ્સ અને તરણ જ્યોતની સુરત ઓફિસમાં આવકવેરા વિભાગે આજે સવારે દરોડા પાડ્યા છે. ડુમસ રોડ ખાતે આવેલા રાજહંસ મોન્ટેજાના 5મા માળે આવેલ કંપનીના ઓફિસ પર આવક વિભાગના આશરે 25થી વધુ અધિકારીઓ દ્વારા તપાસ હાથ રહી હતી અને કેટલાક મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે.

સમગ્ર ઘટનાક્રમઃ સુરત અને વડોદરા આવક વિભાગના અધિકારીઓ વહેલી સવારથી જ ડુમસ રોડ ખાતે આવેલા રાજહંસ મોન્ટેજા ખાતે કંપનીની ઓફિસ પર ત્રાટક્યા હતા. એસ. એન. ગ્લોબલ મિનરલ કંપની વિદેશથી કોલસા ઈમ્પોર્ટ કરે છે અને ડાઈન કોલસા સપ્લાય કરે છે. બરોડાની કામગીરીમાં આશરે 25થી પણ વધુ અધિકારીઓ જોડાયા હતા. કંપનીના મધ્યપ્રદેશ ખાતે આવેલાં ફોર્મ પર પણ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. આવકવેરા વિભાગે મહત્વના દસ્તાવેજ બેન્ક ડીટેલ્ ની જાણકારી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સિંગાપુર અને ઈન્ડોનેશિયામાં પણ ઓફિસઃ આ સાથે આજ કોમ્પલેક્ષના 6ઠ્ઠા માળે આવેલા તરણ જ્યોત ખાતે પણ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કંપનીની ઓફિસ સિંગાપુર, ઈન્ડોનેશિયા ખાતે પણ છે. આ કંપનીના 2 પ્રોસેસિંગ પ્લાન્ટ સુરત અને મોરબીમાં છે. આ કંપની કોલસાને ટુકડાઓમાં વિખેરીને તમામ ટુકડાઓને લગભગ સમાન શ્રેણીમાં વર્ગીકૃત કરે છે. આ સમગ્ર પ્રક્રિયાને સ્કેનિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ કંપનીના ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી હતી. સુરતમાં તેની કોર્પોરેટ ઓફિસ છે. આ કંપની મગદલ્લા, ભાવનગર, મેંગલોર, ટુપીક્રોની નાવલકી, કંડલા પોર્ટ થી વેપાર કરે છે.

ABOUT THE AUTHOR

...view details