ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: માંગરોળ ગેંગરેપ કેસમાં ટ્રાયલ શરૂ, કોર્ટમાં પીડિતાના મિત્રની જુબાની લેવાઈ - SURAT RAPE CASE

7મી ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યાના અરસામાં માંગરોળના મોટા બોરસરા ગામે શેરડીના ખેતરમાં યુવતીની સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની હતી.

ગેંગરેપ કેસની ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ
ગેંગરેપ કેસની ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2024, 3:43 PM IST

સુરત: સુરતના માંગરોળમાં નવરાત્રિ દરમિયાન બનેલી ગેંગરેપની ઘટનામાં 16 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે, જે બાદ કેસની સુનાવણી શરૂ થઈ છે. આગામી 16મી નવેમ્બરના રોજ ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાની કેમેરા સમક્ષ જુબાની લેવામાં આવશે.

ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાની કેમેરા સમક્ષ જુબાની લેવામાં આવશે (ETV Bharat Gujarat)

મિત્ર સાથે બેઠેલી યુવતી પર બની હતી ગેંગરેપની ઘટના
આ કેસની વિગત મુજબ તા. 7મી ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યાના અરસામાં માંગરોળના મોટા બોરસરા ગામે શેરડીના ખેતરમાં યુવતીની સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. જેમાં ત્રણ મુન્ના કરબલી પાસવાન, શિવશંકર લક્ષ્મણ ચોરસિયા તેમજ સજીવન ઉર્ફે રાજુ સબત વિશ્વકર્માએ ભેગા થઈને યુવતીને પીંખી નાંખી હોવાનો આરોપ લાગ્યો હતો. આ ત્રણેય પૈકી શિવશંકરનું પોલીસ કસ્ટડીમાં જ મોત નીપજ્યું હતું. પોલીસે ઝીણવટભરી તપાસ કરીને ત્રણેય આરોપીઓની સામે 16 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી.

પીડિતાના મિત્રની કોર્ટમાં લેવાઈ જુબાની
આ ઉપરાંત આ કેસની ઝડપી ટ્રાયલ ચાલે અને આરોપીઓને સજા મળે તે માટે કાયદા વિભાગે સ્પેશિયલ વકીલ તરીકે સુરતના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની નિમણૂક કરી હતી. આજે આ કેસમાં મુદ્દત દરમિયાન મૂળ ફરિયાદી એટલે કે પીડિતાના મિત્રની જુબાની લેવામાં આવી હતી. જેની સામે ડિફેન્સ વકીલ તરીકે હાજર થયેલા સરકારી વકીલે ફરિયાદીની ઉલટતપાસ કરી હતી. સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ વિનોદ વી. પરમારે બંને પક્ષોની દલીલો બાદ આ કેસમાં તા. 16મી નવેમ્બરના રોજની મુદત આપી હતી. આગામી મુદતમાં પીડિતાની ઈન-કેમેરા જુબાની લેવામાં આવશે.

આ પણ વાંચો:

  1. સુરત સિટીલાઈટ અગ્નિકાંડ: તપાસ અર્થે પોલીસ દ્વારા ફરી કોર્ટમાં રિમાન્ડ રિવિઝન અરજી કરાઇ
  2. જીજાજીની આ વાતનું લાગ્યું માઠું, 'સાળાએ જ બનેવીના ઘરમાં કરી લાખોના સોનાની ચોરી'- સુરત પોલીસ

ABOUT THE AUTHOR

...view details