સુરત : સુરત લોકસભા બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. 22 એપ્રિલે ફોર્મ પરત ખેંચાયા બાદ કેટલા ઉમેદવાર ખરેખર ચૂંટણી લડશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ આ 13 ઉમેદવારો કોણ છે અને કોણ સૌથી વધુ શિક્ષિત અને ધની તે અંગેની વિગતવાર જાણકારી મેળવો.
ભાજપના ઉમેદવાર 3,16,41,085ના માલિક : ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ 62 વર્ષના છે અને સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહે છે. તેમની ઉપર એક પણ ક્રિમિનલ કેસ નથી. તેઓ 3,16,41,085 રુપિયાના માલિક છે જ્યારે પત્ની નીલાબેન 2,47,69,193ના માલિક છે. મુકેશભાઈ પાસે કુલ 130 ગ્રામ સોનુ છે જ્યારે 500 ગ્રામ ચાંદી છે. પત્ની પાસે 360 ગ્રામ સોનુ છે જ્યારે ચાંદી 1225 ગ્રામ છે.. તેમની પાસે બે વાહન છે અને પોતે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેવું એફિડેવિટમાં જણાવ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી તેઓએ એમબીએ વિથ ફાઇનાન્સ કર્યું છે.
કોંગ્રેસના ઉમેદવાર ઉપર એક ક્રિમિનલ કેસ : 44 વર્ષે નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર છે. તેમની ઉપર એક ક્રિમિનલ કેસ સુરતના સરથાણા વિસ્તારમાં દાખલ છે. ફી માફી કરવા બાબતે સ્કૂલને બદનામ કરવાના ઇરાદે તેમની ઉપર આ કેસ થયેલ છે. તેમની પાસે 100 ગ્રામ સોનુ છે જ્યારે પત્ની પાસે 500 ગ્રામ સોનુ છે.1,66,65,649ની તેમની પાસે આવક અને સંપત્તિ છે જ્યારે પત્ની પાસે 44,45,301 રુપિયા છે તેઓ ધોરણ 12 સુધી ભણ્યા છે.
એકેય ગ્રામ સોનું નથી : બહુજન રિપબ્લિકન સોસીયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર વિજય વિલાસ પરદેશી સુરતના સેટેલાઈટ વિસ્તારમાં રહે છે. પોતાના એફિડેવિટમાં તેઓએ વિગતો આપી છે તે આ પ્રમાણે છે.. તેઓ 45 વર્ષના છે. બી.એ ઈંગ્લિશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ઔરંગાબાદથી છે. ફાસ્ટ ટેગ એજન્સી ચલાવે છે. એક પણ ક્રિમિનલ કેસ નથી. Facebook instagram એકાઉન્ટ નથી. બે વાહનો છે. કોઈ મિલકત નથી. સોના ચાંદીના ઘરેણા નથી એક લાખ રૂપિયાના માલિક છે.
માત્ર ધોરણ આઠ સુધી ભણ્યાં : સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહેતા સલીમ શેખ 31 વર્ષના છે. લોક પાર્ટીથી તેઓએ પણ સુરત લોકસભા બેઠકથી ઉમેદવારી નોંધાવી છે. સિગ્મા હાઈસ્કૂલથી ધોરણ આઠ સુધી ભણ્યા છે. ફોરવીલર લે વેચના ધંધા સાથે સંકળાયેલા છે. કોઈપણ પોલીસ ફરિયાદ નથી. સોના ચાંદીના દાગીના નથી. તેમની પાસે 66000 રૂપિયા છે કોઈ સંપત્તિ નથી.
સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી : 54, વર્ષીય જયેશ મેવાડા સુરત શહેરના રામપુરા વિસ્તાર ખાતે રહે છે. તેઓ ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીથી ઉમેદવાર છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. કોઈ ક્રિમિનલ કેસ તેમની ઉપર નથી. હાથમાં કેસ માત્ર 5000 રૂપિયા જણાવ્યું છે. કુલ 70 હજાર રૂપિયા તેમની પાસે છે અને આઠ લાખ રૂપિયા લોન છે. એક સ્કુટી ધરાવે છે. સોના ચાંદીના દાગીના નથી. પોતે પત્રકાર હોવાનું જણાવ્યું છે. માત્ર 12 પાસ છે.
ધોરણ પાંચ સુધી ભણ્યાં છે :અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર ભરત પ્રજાપતિ ની ઉંમર 50 વર્ષ છે તેઓ સુરત શહેરના સિંગણપુર વિસ્તારમાં રહે છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. કોઈપણ ક્રિમિનલ કેસ નથી. એક વાહન છે. તેમની પાસે 58000 રૂપિયા છે જ્યારે તેમની પત્ની પાસે 60000 રૂપિયા છે. પત્ની પાસે એક તોલુ સોનુ છે. પોતાનું એક મકાન છે. છૂટક મજૂરી કરે છે. અમરેલીના ધોરણ પાંચ સુધી સરકારી શાળામાં આ ભણ્યા છે.