કોસંબા પોલીસે કુલ 42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો માંગરોળઃ કોસંબા પોલીસે ચોક્કસ બાતમીના આધારે માંગરોળના નાના બોરસરા ગામની સીમમાં પસાર થતા નેશનલ હાઈવે પરથી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. ડ્રાયવરે પોલીસને ફેવિકોલની ખોટી બિલ્ટી રજૂ કરી હતી. જો કે પોલીસે આઈશરની ઝડતી લેતા તેમાંથી 328 બોક્સમાં 12,936 જેટલી વિદેશી દારુની બોટલો મળી આવી હતી. આ વિદેશી દારુ સહિત પોલીસે કુલ 42 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફેવિકોલની ખોટી બિલ્ટી બનાવાઈ હતી સમગ્ર ઘટનાક્રમઃ કોસંબા પોલીસ સ્ટેશનના અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક પી. સી. પરમાર તથા હેડ કોન્સ્ટેબલ હેમાશું રશ્મીકાંતને ખાનગી રીતે સંયુક્ત બાતમી મળી હતી. જેમાં MH-03CV-2274 નંબરની આઈશરમાં વિદેશી દારૂનો જથ્થો મુંબઈના થાણાથી ભરૂચ અંકલેશ્વર તરફ લઈ જવાની માહિતી હતી. જેથી પોલીસે નાના બોરસરા ગામની સીમ પાસે નેહા નં 48 પરથી આ ટેમ્પોને આંતર્યો હતો. ડ્રાઈવરે ફેવિકોલ ભર્યો હોવાનું કહીને નકલી બિલ્ટી બતાવી હતી. જો કે પોલીસે ટેમ્પોમાં ભરેલા પ્લાસ્ટિકની કોથળીમાં લપેટેલા ખોખાને તોડીને ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
328 બોક્સમાં 12,936 જેટલી વિદેશી દારુની બોટલો મળી આવી 42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તઃપોલીસે ડ્રાયવર મનોજકુમાર રામલાલ મીણાની ધરપકડ કરી લીધી. ટેમ્પોમાં ભરેલ 328 નંગ બોક્સમાં વિદેશી દારુની 12,936 જેટલી બોટલની કિંમત 21,07,800 જેટલી થવા જાય છે. ડ્રાયવર પાસે મોબાઈલ, 900 રૂપિયા રોકડા અને 20 લાખનો ટેમ્પો મળી કુલે 42 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડ્રાયવરની ઉપરાંત અન્ય એક ડ્રાયવર રમેશ, દારૂ મંગાવનાર ગાડીના માલિકના કહેવા પ્રમાણે ગાડી લેવા આવનાર આમ અન્ય કુલ 4 ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
અમારા સ્ટાફને મળેલ બાતમીના આધારે અમારી ટીમ દ્વારા વોચ ગોઠવી દેવામાં આવી હતી. જેવું બાતમી વાળું વાહન આવ્યું કે પોલીસે આ વાહન અટકાવ્યું હતું. તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો...પી. સી. પરમાર(અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક, કોસંબા પોલીસ સ્ટેશન)
- Surat Crime : કામરેજના ઘલામાં સ્ટેટ વિજિલન્સના દરોડા, સરપંચની જમીનમાં થતું હતું વિદેશી દારુનું કાર્ટીગ
- રંગીલા રાજકોટમાંથી છેલ્લા 1 વર્ષમાં 2.5 કરોડનો દારુ ઝડપાયો, સોખડા ગામે બુલડોઝર ફેરવાયું