સુરત:સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અડાજણ રિવરફ્રન્ટ પાસે, રિવરહાઈટ્સ બિલ્ડીંગની સામેના ગ્રાઉન્ડ ખાતે 13 જાન્યુઆરી 2025ના રોજ સુરતના આંગણે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ' યોજાશે. જ્યાં દેશ-વિદેશના 75 પતંગબાજોની વિવિધ શૈલી સુરતીઓને માણવા મળશે. જેની ઉજવણીના ભાગરૂપે નિવાસી અધિક કલેકટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી.
પતંગ મહોત્વસ માટે તૈયારી
આ ઉજવણીના આયોજન અને પૂર્વ તૈયારી રૂપે મળેલી બેઠકમાં અધિક કલેકટરએ જણાવ્યું હતું કે, સુરતના આંગણે દેશ-વિદેશના પંતગબાજો પોતાની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીતસંગીતના તાલે પતંગબાજોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ પતગબાજો પતંગ ઉત્સવની ઉજવણીમાં જોડાશે. પતંગબાજોની સાથે સુરતના શોખીન પતંગબાજો પણ જોડાય. તેમજ ઘરઆંગણે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવને સુરતવાસીઓ મનભરીને માણે તેવા આયોજનમાં કોઈ કચાશ રહી ન જાય તે માટેની અમલીકરણ અધિકારીઓ સૂચના આપી હતી.