ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: પ્રેમી સાથે વાત કરતી યુવતીને પિતાએ ઠપકો આપતા આપઘાતનો પ્રયાસ, પોલીસે વાલીઓને ચેતવ્યા - SURAT NEWS

યુવતી ઘરે પોતાના પ્રેમી સાથે ફોન પર વાતચીત કરી રહી હતી. આ દરમિયાન તેના પિતાને જાણ થતાં તેમણે યુવતીને ઠપકો આપીને ફોન લઈ લીધો હતો.

કોસંબા પોલીસ સ્ટેશનની તસવીર
કોસંબા પોલીસ સ્ટેશનની તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2025, 5:11 PM IST

સુરત:સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ટાઉનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 20 વર્ષની એક કોલેજિયન યુવતીએ પોતાના પ્રેમી સાથે ફોન પર વાત કરી રહી હતી. આ દરમિયાન પિતા જોઈ જતા તેમણે દીકરીને આ બાબતે ઠપકો આપ્યો, જેનાથી નારાજ થઈને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં યુવતી હોસ્પિટલમાં દાખલ છે. અને પોલીસે પણ ઘટનાની ફરિયાદ નોંધી છે.

યુવતીનો આપઘાતનો પ્રયાસ (ETV Bharat Gujarat)

પ્રેમી સાથે વાત કરતા પિતા જોઈ ગયા
ઘટના મુજબ, યુવતી ઘરે પોતાના પ્રેમી સાથે ફોન પર વાતચીત કરી રહી હતી. આ દરમિયાન તેના પિતાને જાણ થતાં તેમણે યુવતીને ઠપકો આપ્યો અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધો હતો. આ વાતથી નારાજ થયેલી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેની તબિયત લથડતા પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે યુવતીને સમયસર સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટના મામલે કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
સુરત ગ્રામ્ય DYSP આર.આર સરવૈયાના જણાવ્યા મુજબ, હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે. આ ઘટના માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો બની રહી છે, જે દર્શાવે છે કે યુવા પેઢી સાથે સંવાદ અને સમજણ કેળવવી કેટલી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો:

  1. સુરતમાં 14 દિવસમાં નકલી ઘીની બીજી ફેક્ટરી ઝડપાઈ, SMCની રેડમાં 1.17 કરોડનો મુદ્દામાલ જપ્ત
  2. ખેડાના ગામનો વિચિત્ર બનાવ! ખાતેદારોના એકાઉન્ટ ધડાધડ ખાલી થઈ રહ્યા છે, બેંકે શું જવાબ આપ્યો?

ABOUT THE AUTHOR

...view details