સુરત :DRI વિભાગે સુરત રેલવે સ્ટેશન પરથી બે લોકોને 10 કિલો સોના સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયે બંને વ્યક્તિ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા અને બાદમાં અમદાવાદથી મુંબઈ ટ્રેન મારફતે જઈ રહ્યા હતા. તે દરમિયાન બંને આરોપીઓને DRI ટીમે સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યા હતા.
સુરત રેલવે સ્ટેશન પર સોનાની દાણચોરી ! 10 કિલો સોના સાથે બે લોકો ઝડપાયા
સુરત રેલવે સ્ટેશન પરથી બે લોકો 10 કિલો જેટલા સોના સાથે ઝડપાયા છે. DRI ટીમે બે આરોપીની યોજના અસફળ બનાવી છે.
Published : Oct 22, 2024, 8:17 AM IST
કરોડોનું સોનું ઝડપાયું :પ્રાપ્ત માહિતી અનુસાર બંને આરોપીઓ આ સોનું દુબઈથી લાવ્યા હોવાનું અનુમાન છે. આ સોનું અંદાજીત રૂપિયા 80 કરોડનું છે, તેવું માનવામાં આવી રહ્યું છે. વિદેશી દાણચોરી મારફત લેવાયેલું આ સોનું મુંબઈમાં કોને આપવા જતા હતા તે બાબતે હાલ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. બંને આરોપીઓ કેટલા સમયથી વિદેશી દાણચોરી કરે છે? ક્યાં રહે છે? સોનું માટે હવાલો કેવી રીતે પાડવામાં આવતો હતો, તેની તપાસ થઈ રહી છે.
બે શખ્સ પકડાયા :જોકે, બાતમીના આધારે DRI ના અધિકારીઓએ વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને સુરતમાં અધિકારીઓને તાકીદ કર્યા હતા. જેના આધારે તમામ DRI ના અધિકારીઓ રેલવેમાં ચડી ગયા હતા અને રેલવે પોલીસ સાથે આ ઓપરેશન પાર પાડ્યું હતું. નોંધનીય છે કે, અગાઉ પણ સુરત એરપોર્ટ ઉપરથી ઘણી વખત વિદેશી દાણચોરી મારફત લેવાયેલું આ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે.