સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સ નું લોકાર્પણ કર્યા બાદ આશા હતી કે આ ઈમારત ટૂંક સમયમાં ધમધમતી થઈ જશે. જો કે ડાયમંડ બુર્સને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં સમય લાગી શકે છે.હીરા વેપારીઓને આ ઈમારતમાં વેપારને લઈને અનેક સમસ્યાઓ નડી રહી છે. આ કારણથી કિરણ જેમ્સ જે મુંબઈથી વેપાર સંકેલીને સુરત ડાયમંડ બુર્સમાં આવી હતી તેણે પોતાનો વેપાર ફરીથી મુંબઈથી શરુ કરી દીધો છે.
ડાયમંડ બુર્સને ધમધમતું થતા સમય લાગશે કમિટી બેઠકમાં મંજૂરી માંગીઃ સુરત ડાયમંડ બુર્સમાં સૌ પ્રથમ ઓફિસ ખોલનાર કિરણ જેમ્સે પોતાનો કારોબાર ફરીથી મુંબઈથી શરુ કર્યો છે. જેના માટે તેણે ડાયમંડ બુર્સની કમિટી મેમ્બર્સની બેઠકમાં મંજૂરી માંગવામાં આવી હતી. જે કમિટીએ મંજૂર રાખી છે. જો કે આ મંજૂરી લાંબા સમયના વિવાદ બાદ આપવામાં આવી હતી. હજૂ પણ અંદરખાને કિરણ જેમ્સ ફરીથી મુંબઈથી વેપાર કરે તેના વિરોધનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. જો કે ઉદ્યોગકારોમાં વલ્લભ લાખાણી પ્રત્યેના આદરને લીધે કોઈ જાહેરમાં વિરોધ કરવા તૈયાર નથી.
હજૂ ડાયમંડ બુર્સમાં ફર્નિચર સહિત અને કામો ચાલુ છે. વેપારીઓ અહીં વેપાર કરવા માંગે છે, પરંતુ તેને વાર લાગશે. કિરણ જેમ્સનો મુંબઈનો કારાબોર ચાલુ રાખવા માટે આદરપૂર્વક મંજૂરી આપવામાં આવી છે. આવા ‘આદર’ને કારણે જ હીરા ઉદ્યોગમાં એકતાનો તાર જળવાઈ રહેશે, પરંતુ હજુ પણ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો ખસેડવા માટે ‘હઠાગ્રહ’ રાખવામાં આવશે તો વેપારી સંગઠનમાં કડવાશ પેદા થતા વાર નહીં લાગે...દિનેશ નાવડિયા(કન્વિનર, ડાયમંડ બુર્સ મીડિયા કમિટી, સુરત)
24 મેથી વેપાર ધમધમશેઃ મીડિયા કન્વિનર દિનેશ નાવડિયા અનુસાર મે માસની 24મી તારીખ સુધીમાં 80 ટકા સભ્યો ડાયમંડ બુર્સમાં તેમની ઓફિસો કાર્યરત કરી દેવા માટે સહમત થયા છે. મે માસમાં કેટલા સભ્યો સુરત ડાયમંડ બુર્સમાં તેમનો કારોબાર શરૂ કરે છે તે ચિત્ર સ્પષ્ટ થશે. કિરણ જેમ્સનાં ચેરમેન વલ્લભ લાખાણીએ આપેલું વચન પૂર્ણ કર્યું છે. તેમણે મુંબઈનો કારોબાર સંપૂર્ણ બંધ કરીને સુરત ડાયમંડ બુર્સમાં શિફટ થઈ ગયા હતા, પરંતુ વેપારના કેટલાક અનિવાર્ય કારણોને લઈને સુરત ડાયમંડ બુર્સનાં કમિટિ સભ્યોએ સર્વાનુમતે વલ્લભ લાખાણીને એક પત્ર પાઠવી સુરત ડાયમંડ બુર્સ સંપૂર્ણ ધમધમતું થાય નહીં ત્યાં સુધી કારોબાર મુંબઈથી ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો.
- વિશ્વ સમક્ષ ભારતનું નવલું નજરાણું : સુરત ડાયમંડ બુર્સ, વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ સેન્ટરની વિશેષતા જાણીને તમે પણ કહેશો હા મોજ ! હા...
- સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં બાંધકામ કંપનીએ કહ્યુ 538 કરોડ રૂપિયા બાકી, બુર્સના ટ્રસ્ટીઓનું જુદું નિવેદન