ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime Rate : સુરતમાં મહિલાઓ પર અત્યાચારના એક વર્ષના આંકડા ચોંકાવનારા, સુરત મહિલા પોલીસ મથકમાં કેસોની સ્થિતિ જાણો

મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર ગણાતાં સુરતમાં મહિલાઓ પર અત્યાચારના એક વર્ષના આંકડા ચોંકાવનારા છે.સુરત મહિલા પોલીસ મથકમાં કેસોની સ્થિતિની વાત કરીએ તો સામે આવેલા આંકડા પર એક નજર કરીએ.

Surat Crime Rate : સુરતમાં મહિલાઓ પર અત્યાચારના એક વર્ષના આંકડા ચોંકાવનારા, સુરત મહિલા પોલીસ મથકમાં કેસોની સ્થિતિ જાણો
Surat Crime Rate : સુરતમાં મહિલાઓ પર અત્યાચારના એક વર્ષના આંકડા ચોંકાવનારા, સુરત મહિલા પોલીસ મથકમાં કેસોની સ્થિતિ જાણો

By ETV Bharat Gujarati Team

Published : Feb 21, 2024, 8:26 AM IST

સુરત : શહેર આમ તો મહિલાઓની સુરક્ષા માટે સૌથી સુરક્ષિત શહેર ગણવામાં આવે છે પરંતુ વર્ષ 2023 માં આ સ્ત્રી અત્યાચાર અને અપરાધોની વાત કરવામાં આવે તો મહિલા પોલીસ સ્ટેશનમાં 400 કરતાં પણ વધુ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં દહેજ સહિત અન્ય ફરિયાદ શામેલ છે. બીજી બાજુ છેલ્લા 50 દિવસમાં એટલે 1 જાન્યુઆરીથી આજદિન સુધી પચાસ દિવસ દરમિયાન હત્યાના 13 બનાવ્યા છે જ્યારે વર્ષ 2023માં હત્યા, હત્યાની કોશિશ અને ગેર ઇરાદે હત્યાના 149 બનાવો બન્યા હતાં.

મહિલા પોલીસ મથકમાં કેસોની સ્થિતિ :સુરત શહેર મેટ્રોપોલિટન સિટી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર તરીકે પણ ઓળખાય છે પરંતુ મહિલા પોલીસ સ્ટેશનમાં સ્ત્રી અત્યાચારના કુલ 400 થી પણ વધુ કેસો માત્ર એક વર્ષમાં નોંધાયા છે. આ માત્ર એક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આંકડા છે જ્યારે સુરત શહેરમાં 25 થી પણ વધુ પોલીસ મથક છે ત્યાં પણ મહિલા સંબંધિત અનેક ફરિયાદ નોંધવામાં આવે છે. એમાં છેડતી પોસ્કો એક્ટ સહિતના ગુનાઓ સામેલ છે. દહેજ મારપીટ ના બનાવો સુરત શહેર જેવા મેટ્રોપોલિટી સિટીમાં જોવા મળી રહ્યા છે. આ આવા કેસ છે જે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા છે અનેક કેસો હોય છે જે પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી અથવા તો સમાધાન થઈ જતું હોય છે. આંકડાકીય માહિતી પર જો નજર કરીએ તો દેશભરમાં સુરત ક્રાઇમ રેટ અનુસાર પાંચમા ક્રમે છે દિલ્હી પ્રથમ ક્રમે છે.

50 દિવસમાં 13 હત્યા : માત્ર સ્ત્રી અત્યાચાર જ નહીં પરંતુ હત્યાના બનાવમાં પણ છેલ્લા ઘણા સમયથી વધારો જોવા મળે છે.1 જાન્યુઆરીથી શહેરમાં હત્યાનો આ 13મો કેસ નોંધાયો છે. છેલ્લા 50 દિવસમાં શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 હત્યાના ગુના નોંધાયા છે, જેમાં ડિંડોલીમાં 2, કતારગામ, સચિન, સિંગણપોર, મહિધરપુરા, ગોડાદરા, ઉધના, સરથાણા, ઉમરા અને પાંડેસરામાં ત્રણ-એક ગુનાનો સમાવેશ થાય છે. છે. આટલું જ નહીં, જો ગત વર્ષની વાત કરીએ તો 31મી ડિસેમ્બરની મોડી રાત્રે હત્યાના બે કેસ નોંધાયા હતાં, જે નવા વર્ષમાં ગણાતા નથી.

પ્રતિબંધિત કેસોમાં 9 ટકાનો વધારો : વર્ષ 2022માં પોલીસે દારૂબંધીના 27621 કેસ શોધી કાઢ્યા હતાં, જે વર્ષ 2023માં વધીને 30007 કેસ થયા હતા. 2 વર્ષમાં 9 ટકાનો વધારો થયો હતો. આર્મ્સ એક્ટની વાત કરીએ તો વર્ષ 2023માં પોલીસે ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ 9658 કેસ શોધી કાઢ્યાં હતાં, જે 2023માં વધીને 11948 કેસ થયા હતા. આ બે વર્ષમાં પોલીસ દ્વારા 2290 વધુ કેસ મળી આવ્યા હતાં, જે 24 ટકાનો વધારો દર્શાવે છે.

NDPS ના કિસ્સામાં 18 ટકાનો વધારો :વર્ષ 2022 માં, પોલીસ દ્વારા 34 NDPS કેસો નોંધવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2023 માં 40 NDPS કેસો નોંધવામાં આવ્યા હતા, જેમાં કુલ 6 કેસના વધારા સાથે, 18 ટકા વધુ કેસો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે.

પાસાના 1005 કેસ :વર્ષ 2022માં PASA એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા 560 આરોપીઓની સામે વર્ષ 2023માં PASA હેઠળ 1005 કેસ નોંધાયા છે. આ બે વર્ષમાં 79 ટકા નો વધારો થયો હતો એટલે કે પોલીસ દ્વારા ગુનાના વધુ 445 કેસ નોંધાયા હતા.

સાયબર ક્રાઈમના 17 કેસ વધ્યા : વર્ષ 2022 માં, સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા 376 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2023 માં, 393 કેસ નોંધાયા હતા. તેમાં 17 કેસનો વધારો થયો હતો. જો આપણે ટકાવારીની દૃષ્ટિએ આકારણી કરીએ તો, 5 ટકા વધુ કેસ નોંધાયા છે. વર્ષ 2023 માં નોંધાયેલ છે.

સ્ત્રી અત્યાચાર સંબંધિત ગુનાઓ જ્યારે પણ આવે છે ત્યારે કેસ સંવેદનશીલ મુદ્દો ગણીને તેને દાખલ કરીએ છીએ. સુરત પોલીસ ગંભીરતાથી તેને દાખલ કરતી હોય છે. આ જ કારણ છે કે તમને કેસોની સંખ્યા વધારે જોવા મળશે. પરંતુ અમે આ સંવેદનશીલ મુદ્દો ગણીને તેને દાખલ કરીએ છીએ જેથી મહિલાઓને ક્યારેય પણ અન્યાય થતો ન લાગે. તેમને ન્યાય મળી શકે તે માટે અમે પ્રયત્નશીલ હોઈએ છીએ...વાબાંગ જમીર (ઇન્ચાર્જ પોલીસ કમિશનર, સુરત)

હત્યા કેસમાં 2022 અને 2023 વચ્ચે 13 ટકાનો ઘટાડો :સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીરે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં આ ત્રણ ગુનાના કુલ 149 કેસ નોંધાયા છે. જો આપણે સરખામણી કરીએ તો વર્ષ 2022માં કુલ 172 કેસ નોંધાયા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2022 અને 2023 વચ્ચે 13 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે વર્ષ 2022માં આ ત્રણ ગુનાઓમાં 168 કેસ ઉકેલાયા હતા જેની ડિટેક્શન ટકાવારી 98 હતી, વર્ષ 2023માં તે વધીને 99 ટકા થઈ ગઈ છે.

  1. Surat Crime : સુરતમાં પ્રેમીએ પ્રેમીકાને જીવતી સળગાવી, જાણો સમગ્ર મામલો...
  2. Valsad Crime : ધરમપુરમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી, 4 માસનું બાળક બન્યું નોંધારું

ABOUT THE AUTHOR

...view details