ETV Bharat / state

અમદાવાદની ઝેબર સ્કૂલમાં ધો.3ની બાળકીનું રહસ્યમયી મોત, છાતીમાં દુઃખાવો થતાં અચાનક બેસી ગઈ, ને પછી... - AHMEDABAD ZEBAR SCHOOL

ગાર્ગી નામની ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી સવારે શાળાએ આવી ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો શરૂ થયો હતો.

ઝેબર સ્કૂલમાં બાળકીનું મોત
ઝેબર સ્કૂલમાં બાળકીનું મોત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

અમદાવાદ: અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં વહેલી સવારે પોણા આઠથી સવા આઠ વાગ્યાની વચ્ચે એક બાળકીનું રહસ્યમય રીતે મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. અચાનક જ બાળકીને છાતીમાં દુખાવો થવાથી તે બેન્ચ પર બેસી ગઈ હતી અને હોસ્પિટલ પહોંચતા સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું હતું.

ઝેબર સ્કૂલમાં બાળકીનું રહસ્યમય રીતે મૃત્યુ
અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન નામથી CBSE સ્કૂલ આવેલી છે. જ્યાં વહેલી સવારે એક ઘટના બનવા પામી હતી. તે ઘટનામાં એક આઠ વર્ષની બાળકીનું રહસ્યમય રીતે મૃત્યુ થાયુ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો ગાર્ગી રાણપરા નામની ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી સવારે જ્યારે શાળાએ આવી ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો શરૂ થયો હતો, છાતીમાં દુખાવો વધુ થતાં તે બાળકી બેન્ચ પર અચાનક જ બેસી ગઈ હતી.

ઝેબર સ્કૂલમાં વિદ્યાર્થિનીનું મોત (ETV Bharat Gujarat)

સ્કૂલના પ્રિન્સિપાલે શું કહ્યું?
ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના પ્રિન્સિપલ શર્મિષ્ઠા સિંહા દ્વારા ઘટનાની માહિતી આપવામાં આવી છે, તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો, બાળકી જ્યારે શાળાએ આવી ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો થતાં તે ત્યાં બેન્ચ પર બેસી ગઈ હતી, બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારે સ્કૂલના સ્ટાફ દ્વારા તરત જ બાળકીની સારવાર શરૂ કરવામાં આવી અને 108 એમ્બ્યુલન્સનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો હતો.

કાર્ડીયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ
વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 108 એમ્બ્યુલન્સને આવવામાં મોડું થતું હોવાથી સ્કૂલના સ્ટાફની ગાડીમાં તેને નજીકમાં આવેલી ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. કાર્ડીયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રાથમિક તારણ મળી રહ્યું છે.

બાળકી પોતાનાં દાદા-દાદી સાથે રહેતી હતી, માતા-પિતા મુંબઈમાં
જે બાળકીનું મૃત્યુ થયું છે તે અમદાવાદ શહેરમાં તેના દાદા-દાદી સાથે રહેતી હતી. ત્યારે તેના માતા-પિતા મુંબઈમાં રહે છે. સ્કૂલ દ્વારા બાળકીના માતા-પિતાને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે અને તેઓ હાલ અમદાવાદ આવવા માટે નીકળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

એડમિશન સમયે બાળકી સ્વસ્થ હતી
વધુમાં પ્રિન્સિપલ દ્વારા એ પણ માહિતી આપવામાં આવી હતી કે, એડમિશન લેતા સમયે કોઈપણ પ્રકારની બાળકીને બીમારી ન હતી. સામાન્ય રીતે તાવ, શરદી, ઉધરસ જેવી સામાન્ય બાળકને જે બીમારીઓ હોય છે તે સિવાય કોઈ અન્ય બીમારી તેનામાં જણાતી ન હતી.

મેડિકલ રેકોર્ડ સાફ હોવા છતાં કાર્ડીયાક એરેસ્ટ કેમ?
બાળકીને અન્ય કોઈ પણ પ્રકારની બીમારી ન હોવા છતાં, કોઈપણ મેડિકલ રેકોર્ડ ખરાબ ન હોવા છતાં અચાનક જ છાતીમાં દુખાવો કેવી રીતે ઉપડ્યો અને ટૂંકા સમયમાં મોત સુધી કેવી રીતે પહોંચી તે પ્રશ્ન અત્યારે ઉભો થઈ રહ્યો છે. બોડકદેવ પોલીસ દ્વારા હાલ સમગ્ર ઘટનાક્રમની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. શું તમે પણ 'અમદાવાદ ફ્લાવર શો'માં પ્રી-વેડિંગ શૂટ કરવા માંગો છો, તો આટલું જાણી લો...
  2. અમદાવાદને હસાવતો 'હસ્તી બીબીનો ગોખલો', અહીં આવતા જ રડતું બાળક થઇ જાય છે શાંત

Last Updated : 4 hours ago
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.