સુરત: ગેસ રીપેરીંગની દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી આસપાસના લોકોના જીવ જોખમમાં મુકીને ગેરકાયદેસર વેપલો ચલાવતા વેપારીની પીસીબી દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં ગેસ રીપેરીંગની આડમાં વેપારી કરતો ગેરકાયદે ગેસ રિફિલિંગ, પોલીસે કરી ધરપકડ - surat crime - SURAT CRIME
સુરત ગેસ રીપેરીંગની દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી આસપાસના લોકોના જીવ જોખમમાં મુકીને ગેરકાયદે વેપલો ચલાવતા વેપારીની પીસીબી દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. surat crime
Published : Jun 24, 2024, 11:43 AM IST
વેપારી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતો હતો: સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં કનૈયા ગેસ રીપેરીંગ અને સર્વિસની દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી સુરત પીસીબીને મળી હતી. જે માહિતીના આધારે પોલીસે અહીં છાપો મારી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા વેપારીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
આરોપી પાસેથી 1 લાખનો મુદ્દામાલ જપ્ત:પીસીબી દ્વારા સ્થળ પરથી ગેસ રિફિલિંગ માટેનું મશીન, ખાલી અને ભરેલા અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર, વજન કાંટો, સીલીંગ માટેના ટકાનો સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે માટે વેપારી રવિન્દ્ર શ્રીરામ યાદવની પીસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.