ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના પૂણા ગામે ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ, 6 લોકો દાઝ્યા - SURAT BLAST

સુરતના પુણા ગામની રાધે કૃષ્ણ સોસાયટીમાં ગેસ લીકેજ બાદ અચાનક બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઇ હતી, જેમાં 6 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયાં છે.

સુરતના પૂણા ગામે ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા 6 લોકો દાઝી
સુરતના પૂણા ગામે ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા 6 લોકો દાઝી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 7, 2025, 8:49 PM IST

Updated : Jan 7, 2025, 9:20 PM IST

સુરત: શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. સુરતના પુણા ગામની રાધે કૃષ્ણ સોસાયટીમાં ગેસ લીકેજ બાદ અચાનક બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્ય સહિત કુલ છ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલીક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, અને સારવાર આપવામાં હતી. ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમોને તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

આગની ઘટનામાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી તેમજ બ્લાસ્ટના કારણે દિવસોમાં પણ તિરાડો પડી ગઈ હતી. આ અંગે પુણા ગામના સબ ફાયર ઓફિસર ભૂપેન્દ્ર સિંગ રાજે જણાવ્યું હતું કે, વહેલી સવારે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે સિલિન્ડરમાં આગ લાગી ગઈ છે.

સુરતના પૂણા ગામે ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા 6 લોકો દાઝી ગયા (Etv Bharat Gujarat)

ઈજાગ્રસ્ત વ્યક્તિઓ

  1. પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા
  2. સોના
  3. મોનિકા
  4. જ્હાનવી
  5. અમન
  6. ગોપાલ ઠાકુર

ઘટના અંગેની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમણે જણાવ્યું કે, ગેસ સિલિન્ડર ફાટ્યો ન હતો પરંતુ ગેસ લીકેજ થવાથી રૂમમાં ગેસ પ્રસરી ગયો હતો અને જેને સ્પાર્ક મળતાં જ બ્લાસ્ટ થયો હતો. આ ધડાકાના પગલે પગલે બે રૂમમાં આગ લાગી હતી અને ઘરની દિવાલોમાં તિરાડ પડી ગઈ હતી અને છ જેટલા 60થી 65 ટકા દાઝી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ઘટનાનો ભોગ બનેલો પરિવાર મૂળ રાજસ્થાનના રહેવાશી છે.

  1. ગોડાદરા અગ્નિકાંડ: સાત દિવસ પહેલા બનેલી ગેસલાઈન ભંગાણની દુર્ઘટનામાં, એક જ પરિવારના 2 બાળકોના મોત
  2. સુરતમાં હજીરાની AM/NS કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, ચાર લોકો મોતને ભેટ્યા
Last Updated : Jan 7, 2025, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details