વડોદરા: ચાંણોદ રેલ્વે ફાટક પાસે ટ્રેનની અડફેટે આવતા એક સાડા ત્રણ વર્ષની દીપડીનું મોત નિપજ્યું હતું. સ્થાનિકોએ આ ઘટના પોતાની નજરે જોતાં તેઓએ આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી. ડભોઇ વન વિભાગની ટીમે તત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ઉપર કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ થયા બાદ વન વિભાગના નિયમ મુજબ દીપડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ટ્રેનની અડફેટે નાની દીપડીનું મોત: જાણવા મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના ચાંદોદ નજીક ઓરસંગ ગામડી અને ભાલોદ્રા ગામડી વચ્ચે રેલ્વે બ્રિજ આવેલો છે. શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવી ગયેલી દીપડી પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતાં મોતને ભેટી હતી. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક રહીશોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત દીપડીનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે ડભોઇ પશુ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.
ડભોઈ RFOએ શું કહ્યું?: ડભોઇ RFO ક્લ્યાણી ચૌધરીએ જણાવ્યું કે, આજે સવારે અમને ચાંદોદના સ્થાનિક રહીશો દ્વારા સમગ્ર ઘટનાની જાણ થતાં અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને મૃતદેહને ડભોઇ પશુ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. મૃતક દીપડી આશરે ઉંમર સાડા ત્રણ વર્ષની હતી. હોસ્પિટલ ખાતે લાવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વન વિભાગના અધિનિયમો દ્વારા તેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: