જુનાગઢ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાતો ઇજનેરી ક્ષેત્રનો સૌથી મોટો વિષય બની રહ્યો છે. ત્યારે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કૃષિ ક્ષેત્રમાં સારા અને સંભવિત પરિણામો પ્રાપ્ત થઈ શકે તેવી વિશાળ શક્યતાઓ છે તેને ચકાસવા અને સંશોધનકારો દ્વારા થયેલા સંશોધનો ખેડૂતો સુધી કેમ પહોંચે તે માટેના એક આંતરરાષ્ટ્રીય પરીસંવાદનું આયોજન થયું.
જેમાં ભારત સહિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડાના 250 જેટલા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બે દિવસ સુધી આ તમામ તજજ્ઞો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કઈ રીતે ઉપયોગ અને તેનો વ્યાપ હકારાત્મક દિશામાં વધારી શકાય તે અંગે સંશોધન પત્ર રજૂ કરશે.
AI કુદરતી આફતની સાથે વરસાદ અને અન્ય પરિસ્થિતિમાં ઉપયોગી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે ઇજનેરી કલાક ક્ષેત્ર માટે કોઈ નવો વિષય નથી. ઘણા સમયથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઈજનેરી કલા ક્ષેત્ર સાથે જોડાયો હતો. પરંતુ આજે આ શબ્દ અને ટેકનોલોજી લોકોના મુખે ચર્ચાતી થઈ છે. જેને કારણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદા અને ગેરફાયદા લોકો સમક્ષ આવી રહ્યા છે. આડેધડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. કોઈપણ મોડેલ કે એડને સંપૂર્ણ સાચી કે પૂર્ણ છે તેવું માનીને આગળ વધવાની જરૂર નથી. પરંતુ પૂરતી ચકાસણી કર્યા બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આગળ વધવાની સલાહ વૈજ્ઞાનિકો આપી રહ્યા છે.

હવામાનને લઈને પુર્વાનુમાન કરવું શક્ય
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની સળગતા વિષય પર પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. સવાલ માત્ર એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જે ડેટા સંગ્રહિત કરવામાં આવે છે તેની ચોકસાઈ સૌથી વધારે હોય તો કોઈ પણ કુદરતી ઘટના અંગે પૂર્વાનુમાન કરવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન મહત્વનું પુરવાર થઈ શકે છે. વરસાદ, વાવાઝોડું, ભૂકંપ, કુદરતી આફતોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ચોકસાઈ પૂર્વક કરવામાં આવેલો સંગ્રહિત ડેટા આ પ્રકારની કુદરતી આફતો પૂર્વે આપણને સાવચેત રહેવા અથવા તો આ પ્રકારની કુદરતી આપદા આવી રહી છે તેના પૂર્વાનુમાન રૂપે સંદેશો આપી શકે છે.
વધુમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ઠંડી અને ગરમીની ઋતુમાં પણ ખૂબ જ મહત્વના પરિણામો આપી શકે છે. આ સિવાય કૃષિ પાકોના વાવેતર કરતાં પૂર્વે અને ત્યારબાદ જમીનની પરિસ્થિતિ કૃષિ પાકોમાં આપવામાં આવતું પિયતનું પાણી અને તેમાં આવતા રોગોની સામે રક્ષણ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી મેળવી શકાય છે. આ તમામ વિષયો ઉપર આગામી બે દિવસ સુધી જુનાગઢમાં વિશ્વના સંશોધનકારો પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરીને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સની સફળતાપૂર્વક અમલવારી થાય તે માટે આ પરિ સંવાદમાં ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચો: