સુરત: સુરતમાં ઉતરાયણના પર્વે એક અનોખી ઘટના સામે આવી છે. પુણેના 32 વર્ષીય પ્રકાશ શેલાર, જેમને 2021માં સુરતના 14 વર્ષીય સ્વ. ધાર્મિક કાકડિયાના દાન કરેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, તેમણે આ વર્ષે પતંગોત્સવમાં ભાગ લીધો અને સફળતાપૂર્વક પતંગ ઉડાવી.
અકસ્માતમાં હાથ અને પગ બંને ગુમાવ્યા
પ્રકાશને નવેમ્બર 2019માં આવેલા વીજકરંટના અકસ્માતમાં બંને હાથ અને પગ ગુમાવવા પડ્યા હતા. તેમણે મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલમાં હાથ ટ્રાન્સપ્લાન્ટ માટે નોંધણી કરાવી હતી. 2021માં જ્યારે સુરતનો ધાર્મિક કાકડિયા બ્રેઈનડેડ થયો, ત્યારે તેના પરિવારે ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી હાથનું દાન કરવાનો નિર્ણય લીધો.
હાથના ટ્રાન્સપ્લાન્ટ બાદ હવે પ્રકાશ પતંગ ચગાવે છે (ETV Bharat Gujarat) હાથનું ડોનેશન મળ્યા બાદ જિંદગી બદલાઈ
આ ઘટના ડોનેટ લાઇફ સંસ્થાની સફળતાનું એક ઉદાહરણ છે, જે સમાજમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. સંસ્થા શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને વિવિધ સાર્વજનિક સ્થળોએ અંગદાન જાગૃતિ કાર્યક્રમો યોજે છે. ગુજરાતમાં પ્રથમ ઈન્ટરસિટી કેડેવરિક કિડની દાન 12 જાન્યુઆરી, 2006ના રોજ સ્વ. જગદીશભાઈ શાહ દ્વારા સુરતમાં કરવામાં આવ્યું હતું.
હાલમાં પ્રકાશ તેમના નવા હાથથી માત્ર પતંગ જ નહીં, પરંતુ વાહન પણ ચલાવી શકે છે, જે અંગદાનની સફળતા અને મહત્વને દર્શાવે છે. આ ઘટના સમાજમાં અંગદાનની જાગૃતિ વધારવા અને વધુ લોકોને આ નેક કાર્ય માટે પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
હાથના ટ્રાન્સપ્લાન્ટ બાદ હવે પ્રકાશ પતંગ ચગાવે છે (ETV Bharat Gujarat) બે ચૂંટણીમાં મતદાન પણ કર્યું
પ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે, ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ મને જે સલાહ સૂચન આપવામાં આવે છે તે મુજબ હું નિયમિત ફિઝિયોથેરાપી પણ કરાવું છું. હવે ટ્રાન્સપ્લાન્ટનાં 3 વર્ષ પછી પ્રકાશ સરળતાથી વાહન પણ ચલાવી શકે છે. આ ઉપરાંત ટ્રાન્સપ્લાન્ટ પછી તેણે લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પણ કર્યું હતું.
પ્રકાશ સરળ રીતે વાહન પણ ચલાવી શકે છે (ETV Bharat Gujarat) ટ્રાન્સપ્લાન્ટના 3 વર્ષે પોતાની જૂની ફિંગરપ્રિન્ટ મેચ થઈ
પ્રકાશના હાથના 3 વર્ષ પછી તેની પોતાની અસલ ફિંગરપ્રિન્ટ મેચ થઈ હતી. ભારતમાં અત્યાર સુધીમાં હેન્ડ ટ્રાન્સપ્લાન્ટના 70 જેટલાં ઓપરેશન થયાં છે. હાથ મળવાથી નવું જીવન અને નવી આશાઓ તો મળી જ છે પણ પોતાની ઓળખ પાછી મળી હોય એવી આ પહેલી ઘટના છે. પ્રત્યારોપણનાં 3 વર્ષ પછી આધાર કાર્ડમાં પ્રકાશની અસલ ફિંગર પ્રિન્ટ મેચ થઈ છે અને તેનો ડેટા ફરીથી ખૂલી ગયો છે. ચમત્કાર ગણો કે શરીર રચનાની કુદરતી ગોઠવણ કહો પણ તબીબો પણ આ વાતને લઈને અચંબિત થઈ ગયા છે.
આ પણ વાંચો:
- મોત જોયું અને શરૂ કર્યો લોકોને બચાવવાનો યજ્ઞઃ નડિયાદની નર્સ યુવતીને મળ્યો પોલીસનો સહકાર
- દાહોદમાં નકલી ઈન્કમટેક્સની રેડ, હોમ ગાર્ડ, GST ઈન્સ્પેક્ટર, જમીન દલાલે બનાવી 'સ્પેશ્યલ 6'ની ટીમ