ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવા વિદ્યાર્થીઓની માંગણી (Etv Bharat gujarat) ગાંધીનગર: સરકારી ભરતીના HTAT, TAT, અન્ય ભાષાના શિક્ષક ઉમેદવારો અને ફોરેસ્ટ ઉમેદવારોએ રજૂઆત અને આંદોલનથી સરકારને ઘેરી હતી. ત્યારે સરકારે રજૂઆત સાંભળવાને બદલે સચિવાલયના ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત મૂકી ઉમેદવારોની એન્ટ્રી બંધ કરી દીધી હતી. રાજ્યના અલગ અલગ ખૂણેથી આવેલા ઉમેદવારોએ સચિવાલયના ગેટ ઉપર જ રજૂઆત શરૂ કરી દીધી હતી. રજૂઆત દરમિયાન જ એક યુવકે રુદન કર્યું હતું.
ગાંધીનગરમાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો:ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી મુદ્દે ગાંધીનગરના સેક્ટર 11ના રામકથા મેદાનમાં 500 જેટલાં ફોરેસ્ટ બિટ ગાર્ડની પરીક્ષાના ઉમેદવારો ભેગા થયા હતા અને CBRT - કોમ્પ્યુટર બેઝ રીક્રુટમેન્ટ ટેસ્ટ રદ્દ કરવાની માંગ હતી હતી. જ્યારે બીજી બાજુ સચિવાલય ના ગેટ નંબર 1 ઉપર અન્ય માધ્યમ (ગુજરાતી માધ્યમ સિવાય) ના શિક્ષક ભરતીના ઉમેદવારોએ મોરચો ખોલ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવા વિદ્યાર્થીઓએ માંગણી કરી છે. તેમ જ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારનાં માર્કસ પ્રસિદ્ધ કરવાની માંગણી કરવામાં આવી છે.
CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાતા છબરડા સામે આવ્યા: છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટંટ, વર્ક આસિસ્ટંટ, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ વર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે, આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપરરહિત, ભૂલ રહિત છે. પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસુ એ છે કે, ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે. TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે. તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી.
એકથી વધારે શિફ્ટમાં પેપર લેવાય: ગૌણસેવાનાં અધિકારી અને એજન્સીનાં માણસો વચ્ચે સંકલનનો અભાવ છે. જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે. તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે. જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે. બીજી મુશ્કેલીએ પણ છેકે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી. કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે. કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે. તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી.
ફોરેસ્ટના ઉમેદવારોની માંગણી:તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કરતા છે. આ CBRT પદ્ધતિ ને કારણે દૂર થવી જોઈએ. ખાસ કરીને ફોરેસ્ટનાં દરેક ઉમેદવારની માંગણી છે કે, ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા. નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોનાં કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્કસ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવાની માંગણી ઉમેદવારોએ કરી છે. જો SSC CGL, IBPS, RRB, ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથ મેરીટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણસેવા શા માટે ન કરે?
CBRT પરીક્ષામાં અનેકવાર ટેક્નિકલ ખામી સર્જાઇ: CBRT પરીક્ષા દરમિયાન અગણિતવાર ટેકનિકલ ખામી આવેલ છે. જેથી ઉમેદવારને સમયનું નુકશાન થાય જ છે પરંતુ, તેની સાથે ઉમેદવારને ટેકનિકલ ખામીને કારણે મોરલ પણ ડાઉન થઈ જતું હોઈ છે. અને નિરાશ થઈ જતા હોઈ છે જેથી નિયત કરેલ સમયમાં દરેક પ્રશ્નને ન્યાય નથી આપી શકતા. દરેક ઉમેદવારનું માનવું છે કે, સિંગલ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અમે સમાન અવસરની હોઈ શકે છે. હા અમે એ પણ માનીએ છીએ કે સિંગલ પેપર પદ્ધતિ માં ઘણા છીંડા હોઈ શકે છે પરંતુ ભૂતકાળમાં થયેલ છબરડામાંથી બોધપાઠ લઈને આ છીંડા બુરી ફૂલ પ્રૂફ સિસ્ટમ વિકસાવી શકાય છે.
- કોંગ્રેસની 'ન્યાય યાત્રા' 9 ઓગસ્ટથી ગુજરાતમાં શરુ કરાશે, જાણો કોણ કોણ જોડાશે આ યાત્રામાં - CONGRESS GUJARAT NYAY YATRA
- વર્ષોથી ચાલી આવતી આદિવાસીઓની અનોખી પરંપરા, જુઓ આ વિશેષ પરંપરા પર ETV ભારતનો વિશેષ અહેવાલ - Festival of Dhinglabapa