જૂનાગઢ: રાજકોટ ટી.આર.પી ગેમ ઝોન આગ લાગવાના મામલામાં, હવે સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે પોલીસ દ્વારા તપાસ વધુ આગળ વધી છે. જુનાગઢના માંગરોળ કેશોદ અને જુનાગઢ શહેરમાં આવેલા છ ગેમ ઝોનના સંચાલકો સામે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ કરી છે.
ગેમઝોન મામલે જૂનાગઢમાં નોંધાઈ છ ફરિયાદ:રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 જેટલા નિર્દોષ લોકોના મોત થયા છે, ત્યારે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પણ હવે ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરી છે. આજે જુનાગઢ જિલ્લાના માંગરોળ કેશોદ અને જૂનાગઢ શહેરમાં તપાસ કરતા છ જેટલા ગેમ ઝોનમાં નીતિ નિયમોનો ઉલાળીયો સામે આવતા તપાસ માટે ગયેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ જાતે ફરિયાદી બનીને છ જેટલા ગેમ ઝોનને સીલ કરીને તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેને લઈને હવે ગેરકાયદેસર ગેમ ઝોન ચલાવતા સંચાલકો માં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સીલ કરાયેલા ગેમઝોનની વિગતો:જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આવેલા શુભ ગેમઝોન અને લાયન સ્નુકર હબમાં PSI દ્વારા તપાસ કરવામાં આવતા અહીં એક પણ સરકારી નિયમનું પાલન ન થતું હોવાને કારણે તપાસમાં ગયેલા PSI ખુદ ફરિયાદી બનીને શુભ અને લાયન સ્નુકર હબના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરાવી છે. તો બીજી તરફ કેશોદ શહેરમાં આવેલા લાયન ગેમ ઝોનમાં પણ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ ભારાઈ દ્વારા સરકારી નીતિ નિયમોના પાલનને લઈને તપાસ કરવામાં આવતા અહીં પણ ફાયર સુવિધા અને અન્ય સુરક્ષા ને લગતા નિયમોનો ઉલાળીયો થતા તેમના દ્વારા ખુદ ફરિયાદી બનીને લાયન ગેમના સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
સરકારના નીતિ નિયમનો કોઈ અમલ નહિ: તો બીજી તરફ જુનાગઢમાં સવાણી હેરિટેજ કન્ઝર્વેશનમાં પણ સરકારના નીતિ નિયમનો કોઈ અમલ થતો ન હોવાને કારણે તપાસમાં ગયેલા પોલીસ કોન્સ્ટેબલ અનિલ કાથડ દ્વારા ખુદ ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવી જ રીતે બી ડિવિઝન વિસ્તારમાં આવેલી સ્નુકર સિટીમાં પીએસઆઇ એચ ડી પરમારે ખુદ ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરી છે, તો સી ડિવિઝનમાં આવેલા રોયલ ગેમ ઝોનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈએ ખુદ ફરિયાદી બનીને ફાયર સેફટી અને અન્ય સુરક્ષાને લગતા નિયમોનું પાલન ન થતું હોવાને કારણે ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
- આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસતી જૂનાગઢ મનપા, ભૂતકાળમાં સીલ થયેલા એકમ ફરી સીલ કેમ કરવા પડ્યા ? - Junagadh Fire safety