જુનાગઢ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પાછલા એક વર્ષ કરતાં વધારે સમયથી શહેરમાં રખડતા શ્વાનોની નસબંધી કરવાનું એક મહા અભિયાન શરૂ થયું છે. જેમાં પાછલા 394 દિવસ દરમિયાન 2419 જેટલા નર અને માદા શ્વાનો નું ખસીકરણ કરવામાં આવ્યું છે, જેને કારણે આ વર્ષે જુનાગઢ શહેરમાં રખડતા સ્વાનોના નવા બચ્ચાનો જન્મદર ખૂબ જ ઘટેલો જોવા મળે છે.
શ્વાનના ખસીકરણનું અભિયાન સફળ:જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા જોવા મળતા શ્વાનોની સંખ્યામાં નિયંત્રણ આવે તે માટે 12 ડિસેમ્બર 2023 થી ખાસ શ્વાનોનું ખસીકરણ અભિયાન શરૂ કર્યું છે, જેમાં આજે 394 દિવસ પૂરા થયા છે. આ સમય દરમિયાન અત્યાર સુધી 2419 નર અને માદા શ્વાનોનું ખસીકરણ કરીને આ સમય દરમિયાન નવા બચ્ચાનો જન્મદર ઘટવાની શક્યતા જોવા મળી રહી છે જેને જુનાગઢ શહેરના લોકો આવકારી રહ્યા છે. એક વર્ષ કરતાં વધુ સમયથી ખસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેનું સચોટ અને અસરકારક પરિણામ આગામી એક વર્ષ બાદ ચોક્કસ પણે જોવા મળશે તેવો ભરોસો સ્થાનિક જૂનાગઢવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે.
જુનાગઢમાં શ્વાનોની સંખ્યામાં નિયંત્રણ આવે તે માટે શ્વાનોનું ખસીકરણ અભિયાન શરૂ કર્યું છે (Etv Bharat Gujarat) ખાસ ઓપરેશન વોર્ડ શરૂ કરાયો: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પીંગ વિસ્તારમાં ઈવનગર ખાતે શ્વાનોના ખસીકરણ માટે વિશેષ ડોક્ટરો સાથેની એક તબીબી ટીમ સાથેનો ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. દિવસ દરમિયાન ટીમના સભ્યો જુનાગઢ શહેરમાંથી રખડતા શ્વાનોને પકડીને ખસીકરણ સેન્ટર લઈ જાય છે, જ્યાં પ્રતિ દિવસે 15 થી 17 જેટલા નર અને માદા શ્વાનોના ખસીકરણ કરવામાં આવે છે. કોઈ પણ શ્વાનને પકડ્યા બાદ તેને 12 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે, ત્યારબાદ રાત્રે ભોજન આપીને બીજે દિવસે સવારે તેનું ઓપરેશન શરૂ થાય છે.
ડોગ કોચિંગ વાન (Etv Bharat Gujarat) ગર્ભવતીનું ખસીકરણ ઓપરેશન કરવામાં આવતું નથી:ઓપરેશન થયા બાદ ચાર દિવસ સુધી તમામ શ્વાનોને ખસીકરણ કેન્દ્રમાં તબીબોની નિરીક્ષણ નીચે રાખવામાં આવે છે. જો કોઈ શ્વાનને ખસીકરણ બાદ કોઈ સમસ્યા હોય તો તેને વધુ દિવસ ત્યાં રોકીને સારવાર કરવામાં આવે છે. અન્યથા જે શ્વાનો સ્વસ્થ થયા છે તેને તેના આઈ. ડી નંબર પ્રમાણે જે વિસ્તાર માંથી પકડવામાં આવ્યા હોય, બિલકુલ તે જ સ્થળે ચાર દિવસ બાદ ફરી મુક્ત કરવામાં આવે છે, પકડાયેલા પ્રાણીમાં માદા પ્રાણી જો ગર્ભવતી હોય તો તેને ખસીકરણ ઓપરેશન કરવામાં આવતું નથી.
આ પણ વાંચો:
- છેલ્લા 15 દિવસમાં આ સાતમી ઘટના, ફરી ગામમાં લટાર મારતા જોવા મળ્યો સિંહ પરિવાર
- જુનાગઢ પોલીસવડા હર્ષદ મહેતાની સ્વૈચ્છિક નિવૃત્તિ માન્યઃ જાણો કેમ ચાલુ નોકરી છોડી?