સુરત: શહેરમાં દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલા સશક્તિકરણ અને સામાજિક સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે સમાજમાં વ્યાપ્ત વિવિધ સમસ્યાઓ જેવી કે સ્વચ્છતા, સામાજિક સુરક્ષા અને બાળ ઉછેર જેવા મુદ્દાઓ પર ધ્યાન પ્રકાશ પાડ્યો હતો.
બાળકોમાં મોબાઈલની લત છોડાવવા આપી ટિપ્સ
આ પ્રસંગે તેમણે બાળકોમાં વધતી મોબાઈલની લત અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રીએ વાલીઓને સલાહ આપી કે બાળકોને રોજ અડધો કલાક રમતના મેદાનમાં લઈ જવાથી મોબાઈલની લત છોડાવી શકાય છે. તેમણે મહિલાઓને આ દિશામાં સક્રિય થવા માટે પણ પ્રોત્સાહિત કર્યા.
દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન (Etv Bharat Gujarat) પાન-મસાલા ખાઈને પીચકારી મારનારા પુરૂષોની આદત છોડાવવા આપી આ સલાહ
આ ઉપરાંત તેમણે સોસાયટીઓમાં થતી પાન-મસાલા ખાઈને પીચકારી મારીને ગંદકી કરતા અને મોડી રાત સુધી બેસી રહેતા પુરુષોની આદત વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આવી આદત છોડાવવા મંત્રીએ મહિલાઓને હાથમાં ધોકા લઈને આ સમસ્યાનો સામનો કરવાની અનોખી સલાહ આપી, જેનાથી પુરુષોની માવો ખાવાની અને પિચકારી મારવાની આદત છૂટી જશે તેમજ ઘરે વહેલા આવશે એવી આશા વ્યક્ત કરી હતી.
લવ જિહાદને લઈને કરી આ વાત
હર્ષ સંઘવીએ લવ જિહાદ જેવી ગંભીર સમસ્યા પર પણ ધ્યાન મહિલાઓનું ધ્યાન દોર્યું હતું. તેમણે સમાજને આહ્વાન કર્યું કે જો કોઈ યુવતી છેતરપિંડીનો ભોગ બને તો તેની ટીકા કરવાને બદલે સમાજે રાણી લક્ષ્મીબાઈની જેમ એકજૂટ થઈને તેને સહયોગ આપવો જોઈએ.
- CM પટેલે નિહાળી 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ, ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી
- સુરતમાં હર્ષ સંઘવીના હસ્તે અદ્યતન સુવિધાયુક્ત, 10 નવીન વોલ્વો બસોનું પ્રસ્થાન કરાવાયું