state bjp president inaugurates junagadh office જૂનાગઢ: શહેરમાં ભાજપના નવનિર્મિત કાર્યાલયનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે આજે લોકાર્પણ કર્યું છે. આજના આ કાર્યક્રમમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા, વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, જુનાગઢના પ્રભારી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સાથે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની સૂચક ગેરહાજરીની વચ્ચે આજે જુનાગઢ ખાતે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું લોકાર્પણ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલે કર્યું હતું.
જૂનાગઢ ખાતે શ્રી ગિરનાર કમલમ કાર્યાલય: લોકસભાની ચૂંટણીનો માહોલ હવે જામી રહ્યો છે તેની વચ્ચે જૂનાગઢ મહાનગરમાં શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું લોકાર્પણ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કર્યુ હતુ. પાછલા એક વર્ષથી નવા કાર્યાલયનું નિર્માણ ચાલી રહ્યું હતું ત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને પ્રત્યેક કાર્યકર અને મતદારોને મળી શકાય તેમજ તમામ પ્રકારની આધુનિક સુખ સુવિધા સાથે આ કાર્યાલયનુ આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે લોકાર્પણ કર્યું હતું. આજના લોકાર્પણ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ જૂનાગઢના પ્રભારી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આવેલા જૂનાગઢના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ કાર્યાલયનું સી આર પટીલે લોકાર્પણ કર્યું ત્યારે તેમની પણ અનઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યાલયની વિગતે માહિતી મેળવ્યા બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યા ન હતા.
પાટીલ બોલતા રહ્યા અને લોકો જતા રહ્યા: પ્રદેશ ભાજપ પ્રમુખે કાર્યાલયનું લોકાર્પણ કર્યા બાદ બાજુમાં જ એક ચૂંટણી સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની સાથે કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમન વાજા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, જૂનાગઢના સંજય કોરડીયાની સાથે માણાવદરમાં ચૂંટણી લડી રહેલા અરવિંદ લાડાણી હાજર રહ્યા હતા. સી આર પાટીલ સભાને સંબોધન કરી રહ્યા હતા તેવા સમયે સભામાંથી લોકોએ રીતસર ચાલતી પકડી હતી અને સભા મંડપમાં લોકોના બેસવા માટે રાખવામાં આવેલી ખુરશીઓ એકલ દોકલ વ્યક્તિઓની વચ્ચે બિલકુલ ખાલી જોવા મળી હતી. સી.આર.પાટીલ વંથલી આવ્યા ત્યારે પણ આજ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો તેમના ભાષણની વચ્ચેથી લોકો ઊભા થઈને સભા મંડપથી બહાર નીકળી ગયા હતા.
જવાહર ચાવડા અને હર્ષદ રીબડીયા ગેરહાજર: પાછલા એકાદ વર્ષ કરતાં વધુ સમયથી માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપના દરેક કાર્યક્રમમાં અન ઉપસ્થિત જોવા મળે છે વંથલી ખાતે પણ જવાહર ચાવડાની ગેરહાજરી ઊડીને આંખે વડગતી હતી ત્યારે આજે ફરી એકવાર જવાહર ચાવડાની ગેરહાજરી જોવા મળી હતી તો બીજી તરફ વંથલીમાં હાજર રહેલા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં અનઉપસ્થિત રહ્યા હતા કેટલાક અહેવાલો મુજબ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર ન થતા હર્ષદ રીબડીયા નારાજ હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે આજે તેમની ગેરહાજરી પણ સૂચક માનવામાં આવી હતી. આ સિવાય જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂની સાથે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પણ હાજર રહ્યા ન હતા.
- DGVCLના કર્મચારીઓ વિવાદમાં, ભાજપનો પ્રચાર કરતાં તસવીરો વાયરલ, કોંગ્રેસ ચૂંટણી પંચને કરી ફરિયાદ - DGVCL employee BJP campaign
- દ્વારકામાં આગને કારણે એક જ પરિવારના ચાર લોકોના શ્વાસ રૂંધાવાથી મોત - Dwarka Fire Four People Died