દામોદર કુંડ ખાતે ભાવિકોનો મહાસાગર ઉમટ્યો (ETV Bharat Gujarat) જૂનાગઢ : આજે સોમવતી અમાસના દિવસે ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આજે ભાદરવી અમાસનો પર્વ પણ છે, તેને લઈને પિતૃ તર્પણ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવતા દામોદર કુંડ ખાતે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પોતાના પિતૃઓના મોક્ષાર્થે તર્પણ કરીને ભાદરવી અમાસની પૂજા કરી હતી.
સોમવતી અમાસ :આજના દિવસે તમામ પિતૃઓને તર્પણ કરવાની પણ સનાતન ધર્મની એક પરંપરા છે. તે મુજબ પીપળે પાણી રેડીને શ્રદ્ધાળુઓએ પોતાના તમામ પિતૃઓના મોક્ષાર્થે પૂજા કરી હતી. સનાતન ધર્મમાં પિતૃ તર્પણને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે પવિત્ર ઘાટ અને તેમાં પણ દામોદર કુંડનો સહયોગ હોય, ત્યારે આ વિધિ ખૂબ જ મહત્વની બની જતી હોય છે.
ભાવિકોનો મહાસાગર ઉમટ્યો (ETV Bharat Gujarat) પિતૃ તર્પણ માટે ખાસ દામોદર કુંડ :સૌરાષ્ટ્રમાં દામોદર કુંડ અને ત્રિવેણી સંગમની સાથે પ્રાચી નજીક આવેલા મોક્ષ પીપળાનું તર્પણ વિધિને લઈને ખૂબ જ ધાર્મિક મહત્વ જોવા મળે છે. દામોદર કુંડ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનો છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણનું પિંડદાન કરવામાં આવ્યું હોવાના પણ ઇતિહાસ સાથે પુરાવા જોડાયેલા છે. મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન દામોદર કુંડમાં કરાયું હતું. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ અને તર્પણ પણ ભગવાન શ્રીકૃષ્ણએ દામોદર કુંડ ખાતે કર્યું હોવાની ધાર્મિક લોકવાયકા છે.
ભાવિકોનો મહાસાગર ઉમટ્યો :આજે પણ અનન્ય શ્રદ્ધા ભાવ સાથે લોકો પિતૃ તર્પણ કરતા જોવા મળે છે. આજે સોમવતી અમાસના દિવસે પવિત્ર દામોદર કુંડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી જ હાજર રહ્યા હતા. તેમના તમામ પિતૃઓના મોક્ષાર્થે પૂજા વિધિ કરીને પીપળે જળ ચડાવી તમામ આત્માઓને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
- પૌરાણિક વેણેશ્વર મહાદેવ મંદિર: મહમૂદ ગઝની અને વેણુ રાજકુમારી સાથે જોડાયો ઈતિહાસ, જાણો
- સોમવતી અમાસ: દામોદર કુંડ ખાતે તર્પણ કરવા આવેલા શ્રદ્ધાળુઓ માટે ગરમાગરમ પ્રસાદની વ્યવસ્થા