ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપલેટામાં આહિર સમાજ દ્વારા ઉજવાયો શરદોત્સવ! મહિલાઓએ પરંપરાગત પહેરવેશમાં રમ્યા મહારાસ રમત, સૌ થયા મંત્રમુગ્ધ - SHARADOTSAV 2024

રાજકોટના ઉપલેટામાં શરદ પૂનમની રઢિયાળી રાત્રે સમસ્ત આહિર સમાજ ઉપલેટા દ્વારા શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર સમાજની મહિલાઓએ પરંપરાગત પહેરવેશમાં મહારાસ રમયો હતો.

ઉપલેટામાં આહિર સમાજ દ્વારા ઉજવાયો શરદોત્સવ
ઉપલેટામાં આહિર સમાજ દ્વારા ઉજવાયો શરદોત્સવ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2024, 5:34 PM IST

રાજકોટ: ઉપલેટા શહેરમાં સમસ્ત આહિર સમાજ દ્વારા શરદ પૂનમની રઢીયાળી રાત્રે રાસ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવની અંદર શરદ પૂનમની રઢીયારી રાત્રીએ આહીર સમાજના પુરુષો અને મહિલાઓ તેમજ બાળકો અને બાળકીઓ આહીર સમાજના પરંપરાગત પહેરવેશ અને ખાસ કરીને મહિલાઓ પરંપરાગત દાગીનાઓ પહેરીને રાસ ગરબા રમતી જોવા મળી હતી. આ રાસ ગરબા મહોત્સવની અંદર વિશેષ રૂપે યોજાયેલ આહીર સમાજના મહા રાસના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

આહીર સમાજ દ્વારા મહારાસનું આયોજન:ઉપલેટા શહેરના પોરબંદર રોડ પરના આર્યસ પાર્ટી પ્લોટ ખાતે શરદપૂનમની રઢીયાળી રાત્રે સમસ્ત આહીર સમાજ ઉપલેટા દ્વારા શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ રાસ મહોત્સવનું આયોજન ઉપલેટામાં છેલ્લા ત્રણ વર્ષથી થાય છે. આ વર્ષે પણ યોજાયેલા આ રાસ મહોત્સવમાં આહીર સમાજના પુરુષો તેમજ મહિલાઓની સાથે-સાથે નાના બાળકો અને બાળકીઓ પણ આહીર સમાજના પરંપરાગત પહેરવેશની અંદર રાસ ગરબા રમતા જોવા મળ્યા હતા અને આ રાસ ગરબા મહોત્સવમાં વિશેષ રૂપે મહા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ મહારાસને જોવા, માણવા અને નિહાળવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જાણે દ્વારકા જેવો માહોલ હોય તેવો માહોલ બની જતા સૌ કોઈ લોકો મંત્રમુગ્ધ પણ બન્યા હતા.

ઉપલેટામાં આહિર સમાજ દ્વારા ઉજવાયો શરદોત્સવ (Etv Bharat Gujarat)

આ રાસ મહોત્સવમાં ભાગ લેનાર બાળક હિનલ ડાંગરે જણાવ્યું હતું કે, 'ઉપલેટા શહેરમાં શરદ પૂનમની રઢીયાળી રાત્રે સમસ્ત આહીર સમાજ દ્વારા રાસ ગરબા મહોત્સવનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ રાસ મહોત્સવની અંદર ખાસ મહા રાસ જે દ્વારકા મુકામે રમવામાં આવ્યો હતો. તે રાસ પણ અહીં રમવામાં આવ્યો હતો. જેમાં આહીર સમાજની મહિલાઓએ અને બાળકીઓએ એકત્ર થઈ એક સુરે આ રાસ રમતા નજરે પડી હતી.'

આહિર સમાજના પુુરૂષો ગરબે ઘૂમ્યા (ETV Bharat Gujarat)

ત્યારે આ વર્ષે થયેલા આ આયોજનમાં સૌ કોઈની વિશેષ માંગ એવી છે કે, 'આવતા વર્ષે આ આયોજન વધારે દિવસો માટે કરવામાં આવે. તે માટેની માંગ કરતા આવતા વર્ષે આ આયોજન વધારે મોટા પ્રમાણમાં અને વિશેષ રૂપે કરવામાં આવશે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ સાથે વધુમાં જણાવ્યું છે કે ઉપલેટામાં યોજાયેલ આ રાસમાં સૌ કોઈ ખેલૈયાઓ આયોજકો અને ઉપસ્થિત મહેમાનોને આ શરદ ઉત્સવ નિમિત્તે થયેલા આયોજનમાં ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ઉમંગનો માહોલ પણ જોવા મળ્યો હતો.'

આહિર સમાજના મહિલાઓ ગરબે ઘૂમી (ETV Bharat Gujarat)

શિલ્ડ આપી સન્માનિત કરાયા: ઉપલેટા આહીર સમાજના અગ્રણી ભાદાભાઈ બોરખતરીયાએ જણાવ્યું હતું કે, 'શરદ પૂનમ નિમિત્તે ઉપલેટામાં આહીર સમાજ દ્વારા આયોજિત એક રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં આ આયોજનમાં વિશેષ રૂપે મહા રાસ યોજવામાં આવ્યો હતો. જે જોઈને સૌ કોઈ મંત્રમુક્ત બન્યા હતા. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, આહીર સમાજના પરંપરાગત પહેરવેશની અંદર સૌ કોઈ બાળકો, મહિલાઓ અને પુરુષો ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરાગત પહેરવેશ સાથે શરદ પૂનમની રઢીયાળી રાત્રીએ ઉપલેટામાં યોજાયેલ શરતોત્સવમાં રાસ ગરબે રમ્યા હતા. આ રાસ ગરબામાં સારું પર્ફોમન્સ બતાવનાર અને સારા પહેરવેશ સાથે આવનાર સૌ કોઈ ખેલૈયાઓનું વિશેષ રૂપે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં સૌ કોઈ આહીર સમાજના આગેવાનો અગ્રણીઓ પરંપરાગત પહેરવેશ સાથે ઉપસ્થિત રહે છે અને આ ઉત્સવ નિમિત્તે યોજાતા આ રાસ ગરબામાં મન મૂકીને રાસ ગરબા રમતા જોવા મળે છે.'

આહિર સમાજના મહિલાઓ ગરબે ઘૂમી (ETV Bharat Gujarat)

ખેલૈયાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું: ઉપલેટા શહેરમાં સમસ્ત આહિર સમાજ દ્વારા આયોજિત ત્રીજા વર્ષના આ શરદ પૂર્ણિમાના ઉત્સવમાં ભાગ લેનાર અને સારું પર્ફોર્મન્સ આપનાર ખેલૈયાઓ, નાના બાળકો, મોટા ખેલૈયાઓ અને આહીર સમાજના પરંપરાગત પહેરવેશમાં આકર્ષણનું કેન્દ્ર બનતા સિનિયર તેમજ જુનિયર કેટેગરીના ખેલૈયાઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. જેમાં પુરૂષ, લેડીઝની સાથે-સાથે બાળકોની અંદર વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ અને પરંપરાગત આહિર સમાજના પહેરવેશ સાથે આવનાર બાળકો અને સિનિયર લોકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ લોકોએ વિશેષ રૂપે યોજાયેલો મહા રાસને જોયા બાદ સૌ કોઈ લોકો મંત્રમુક્ત થયા હતા અને આવતા વર્ષે વધુ દિવસો માટે આયોજન થશે. તેવું પણ આયોજક સમિતિ દ્વારા પોતાની યાદીમાં જણાવ્યું છે.

આહિર સમાજના મહિલાઓ ગરબે ઘૂમી (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. પ્રકાશનું પર્વ દીવાળી ! ભુજના કુંભાર અવનવી વેરાઇટીઓના બનાવે છે દીવડા
  2. Saptak: અમદાવાદના આંગણે આજથી 29મા 'સંગીત સંકલ્પ સપ્તાહ'ની શરૂઆત, 10 દિવસ સુધી રેલાશે સંગીતના સૂર

ABOUT THE AUTHOR

...view details