નર્મદા: ગુજરાતમાં ત્રણ દિવસનો શાળા પ્રવેશોત્સવ શરું થયો છે. ત્યારે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે શાળા પ્રવેશોત્સવ સારી શાળાઓમાં જ થાય છે તે અંતરિયાળ વિસ્તારની શાળામાં પ્રવેશોત્સવ કરવો જોઈએ. ગુજરાતમાં 1300 શાળા આદિવાસી વિસ્તારમાં એક શિક્ષકથી ચાલે છે. 2500 થી વધુ શાળાઓના ઓરડા નથી અને બાળકો ખુલ્લા આકાશ નીચે ભણે છે.
શાળા પ્રવેશોત્સવને લઈને ચૈતર વસાવાનો સરકારને ટોણો, કહ્યું પ્રવેશોત્સવ નહીં, પણ 76 હજાર શિક્ષકોની ઘટ ભરો - Shala Praveshotsav 2024 - SHALA PRAVESHOTSAV 2024
રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરુઆત થઈ ગઈ છે અને તમામ શાળાઓમાં તેને હોંશભેર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જાણો શાળા પ્રવેશોત્સવને લઈને ચૈતર વસાવાએ શું લખ્યું છે પત્રમાં..., narmada Shala Praveshotsav 2024
Published : Jun 27, 2024, 1:47 PM IST
76 હજાર શિક્ષકોની ઘટ: નર્મદા જિલ્લાની 100 શાળાઓમાં એક જ શિક્ષક છે. આદિવાસી વિસ્તારમાં વીજળી ન હોવાથી સ્માર્ટક્લાસ પણ ચાલતા નથી. પ્રવેશોત્સવ નહી પણ 76 હજાર શિક્ષકોની ઘટ છે તે માટે શિક્ષકોની ખાલી જગ્યાને સરકારે ભરવી જોઇએ. નહીં તો કેવી રીતે ભણશે ગુજરાત.
બીજેપી પ્રમુખ ઘનશ્યામ પટેલનું નિવેદન: શાળા પ્રવેશોત્સવમાં બાળકોની નહિ પણ શિક્ષકોનો પ્રવેશોત્સવ સરકારે કરવો જોઈએ. સરકારે ધારાસભ્ય તરીકે શાળા પ્રવેશોત્સવ માટે આમંત્રણ આપ્યું છે પણ એ લોકો રોડ બાજુની સારી શાળાઓ નક્કી કરે છે. જેથી જે શાળામાં શિક્ષકો નથી અને જર્જરિત શાળાઓ છે ત્યાં ચૈતર વસાવા પ્રવેશોત્સવ કરવા માટે જશે. જોકે આ તમામ બાબતે જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામ પટેલનું કહેવું છે કે સારામાં સારું શિક્ષણ ગુજરાતનું છે. અને શાળા પ્રવેશોત્સવ ખૂબ જુરૂરી છે જેના થકી આદિવાસી બાળકોને ભણવામાં ઉત્સાહ મળે. જોકે આપની સરકાર દિલ્હીમાં મોટી મોટી વાતો કરે છે પરંતુ ત્યાં એક પણ શાળાની તપાસ કરો તો શાળામાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા દેખાય નહિ આજે શાળા પ્રવેશોત્સવને લઈ નર્મદામાં રાજકારણ ગરમાયુ છે.