ETV Bharat / state

દમણ-દીવનો 64મો મુક્તિ દિવસ, ધ્વજવંદન કરી આ દિવસની ઉજવણી કરાઈ - DIU AND DAMAN 64TH LIBERATION DAY

19મી ડિસેમ્બર 1961માં દમણ-દીવ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ થઈ ભારતમાં સંઘપ્રદેશ તરીકે સામેલ થયું હતું.ત્યારથી દર વર્ષે 19મી ડિસેમ્બરે દમણ-દીવ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

દમણ-દીવનો 64મો મુક્તિ દિવસ
દમણ-દીવનો 64મો મુક્તિ દિવસ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2024, 4:28 PM IST

દમણ: સંઘપ્રદેશ દમણ ખાતે આજે 19 મી ડિસેમ્બરે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દીવ-દમણ પર 1961 સુધી પોર્ટુગીઝોનું શાસન હતું. દમણને 19મી ડિસેમ્બર 1961ના પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાયું હતું. આ વર્ષે 64મો મુક્તિદિવસ છે. ભારતને 1947માં બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળ્યા છતાં, પોર્ટુગીઝોએ દમણ, દીવ અને ગોવા પર એક દાયકાથી વધુ સમય સુધી શાસન કર્યું હતું. અને આખરે 1961માં 19મી ડિસેમ્બરે મુક્ત થયું હતું. આ 64 વર્ષમાં દીવ-દમણ પ્રવાસન ક્ષેત્રે અને ઉદ્યોગક્ષેત્રે અનેક ગણો વિકાસ થયો છે.

ભાજપ કાર્યાલય પર ધ્વજવંદન કરાયું: 19મી ડિસેમ્બર 2024ના રોજ દમણનો 64મો મુક્તિ દિવસ છે. જેને અનુલક્ષીને આજ રોજ દમણ કલેકટર કચેરી, દમણ નગરપાલિકા, પંચાયત અને ભાજપ કાર્યાલય પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દમણ-દીવના ભાજપના વરિષ્ઠ આગેવાન એવા ગોપાલ ટંડેલના હસ્તે કાર્યાલય ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

દમણ-દીવનો 64મો મુક્તિ દિવસ (Etv Bharat Gujarat)

ગોપાલ ટંડેલનું નિવેદન: દમણ દીવના આ 64માં મુક્તિ દિવસ અંગે ભાજપના વરિષ્ઠ નેતા અને માજી સાંસદ ગોપાલ ટંડેલે જણાવ્યું હતું કે, દમણ દીવમાં ભાજપના શાસનમાં અનેકગણા વિકાસના કામ થયા છે. આવનારા દિવસોમાં પણ દમણ દીવના તમામ વિકાસના કામ થાય, જનતા અમારી પાસે જે પણ કામ લઈને આવશે તે અમે કરીશું. દમણ દીવની તમામ જનતાને આજના મુક્તિ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.'

દીવ બીચ
દીવ બીચ (Etv Bharat Gujarat)

પ્રવાસન ક્ષેત્રે વિશ્વભરમાં નામના: ઉપરાંત, સંઘપ્રદેશ દમણ દિવની જનતાને મુક્તિ દિવસની શુભકામના પાઠવતા માજી સાંસદ લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે,'આ દિવસ ખુશી અને દુઃખનો પણ દિવસ છે. પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ મળ્યા બાદ લાંબા સમય સુધી દમણ દીવનો વિકાસ અટક્યો હતો. પરંતુ હવે દમણ દીવનો કાયાકલ્પ થયો છે. હાલમાં આ પ્રદેશ ખૂબ જ પ્રગતિ હેઠળ છે. શિક્ષણ, ઉદ્યોગ, આરોગ્ય અને પ્રવાસન ક્ષેત્રે દમણ દીવમાં અનેકગણો વિકાસ થયો છે. દમણ દીવની પ્રવાસન ક્ષેત્રે વિશ્વભરમાં નામના મળી રહી છે.'

ધ્વજવંદન કરી મુક્તિ દિવસની ઉજવણી કરાઈ
ધ્વજવંદન કરી મુક્તિ દિવસની ઉજવણી કરાઈ (Etv Bharat Gujarat)

ઉલ્લેખનીય છે કે, ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસન હેઠળ લગભગ 450 વર્ષો સુધી રહ્યા હતાં. 1947માં ભારતે સ્વતંત્રતા મેળવ્યા બાદ પણ આ વિસ્તારમાં પોર્ટુગીઝ શાસન યથાવત હતું. 1961માં ભારતે “ઓપરેશન વિજય” નામે લશ્કરી અભિયાન શરૂ કર્યું હતું, અને ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ અપાવી હતી.

દમણ-દીવ
દમણ-દીવ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. હવે 'મહાકુંભ મેળા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન', આ તારીખથી કરી શકો ટિકિટ બુક
  2. ગુજરાતના આ ગામના લોકોને નથી આવતું લાઈટ બિલ, જાણો દેશના પ્રથમ સરહદી સોલાર વીલેજ વિશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.