અમદાવાદ: લોકસભાના વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી આજે એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની વિગત આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, સંસદમાં દેવોના દેવ ભગવાન શિવના દર્શન કરાવી, હિન્દૂ ધર્મની ઉત્તમ વાત રજુ કરતા લોકસભા વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં પણ કોંગ્રેસ જીતવા જઇ રહ્યું છે.
આ વાતથી ભાજપના પેટમાં તેલ રેડાયું અને પક્ષનાં કાર્યાલય પર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી. ભાજપ સાથે હંમેશા વૈચારિક લડાઈ રહી છે જેમાં કદાપી ગુંડાગીરી સ્થાન નથી. ગુજરાતની પરંપરાને ભાજપના ગુંડાઓએ બગાડી છે. પક્ષના કાર્યાલય પર ભાજપના ગુંડાઓ દ્વારા કરેલ હુમલામાં કોંગ્રેસના કાર્યકરોએ બબ્બર શેરની જેમ કાર્યાલયનું રક્ષણ કર્યું.
6 જુલાઈનાં રોજ રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે 12:30 કલાકે આવશે. સમગ્ર ગુજરાતમાંથી આવેલા કોંગ્રેસનાં બબ્બર શેર કાર્યકરોઓને મળશે અને સંબોધન કરશે. જે કોંગ્રેસના કાર્યકરો જેલમાં છે તેમના પરિવારોને જનનાયક રાહુલ ગાંધી મળશે. ગુજરાતમાં જુદી જુદી બનેલી કરુણાતીકાઓનાં પીડિત પરિવારજનોને પણ રાહુલ ગાંધી મળશે.
ભાજપ દ્વારા પોલીસ અધિકારીનો દુરુપયોગ થાય તો સુપ્રિમમાં જેને વ્યક્તિગત તકલીફ પડે તેવી અમારી ક્ષમતા છે. માટે કોંગ્રેસ વારંવાર કહી રહી છે કે પોલીસનાં અધિકારીઓ ભાજપના રવાડે ન ચડે. સાથોસાથ તમામ હિન્દુ ધર્મનાં ભાઈ-બહેનોને અપીલ કરું છું કે શ્રી રાહુલ ગાંધીએ સંસદમાં કરેલ સંબોધન દેશહિતમાં છે જેને સંપૂર્ણ સાંભળો. ભાજપ ભય અને ભ્રમ ફેલાવવાનું બંધ કરે.