જૂનાગઢ: ચોમાસુ સીઝન માટે વાવેતરની તમામ તૈયારીઓ મોટેભાગે પૂર્ણ થઈ ચૂકી હોય છે. ત્યારે આવા સમયે ખેડૂતોએ બિયારણની પસંદગી કરવાને લઈને વિશેષ કાળજી રાખવી હિતાવહ માનવામાં આવે છે. ભારતીય મગફળી અનુસંધાન સંશોધન કેન્દ્રના નિયામક દ્વારા ખેડૂતોએ મગફળીનું બિયારણ પસંદ કરતી વખતે તેમના દ્વારા સૂચવવામાં આવેલી સૂચનાઓને અનુસરીને બિયારણ પસંદ કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ સારું કૃષિ ઉત્પાદન મળી શકે છે.
ચોમાસુ મગફળીના વાવેતરમાં બિયારણની પસંદગીને લઈને કેવી રાખશો તકેદારી (etv bharat gujarat) બિયારણ પસંદગી કરતા ખેડૂતો રહે સાવધાન: ખરીફ સીઝનના વાવેતરનો બિલકુલ સમય થઈ ચૂક્યો છે કેટલીક જગ્યા પર તો વાવેતર થઈ પણ ચૂક્યું હશે. આવા સમયે ખેડૂતો બિયારણની પસંદગી કરવાની લઈને ખૂબ જ તકેદારી રાખે તો ખરીફ સીઝનમાં ખેડૂતો સારા કૃષિ ઉત્પાદનની સાથે સારું એવું કૃષિ હુડિયામણ પણ મેળવી શકે છે. આજના સમયમાં અને ખાસ કરીને ખરીફ ઋતુ દરમિયાન લેભાગુ તત્વો અને એજન્સીઓ દ્વારા નબળી ગુણવત્તાયુક્ત બિયારણો બજારમાં ભળતા નામથી મોકલવામાં આવે છે. તેના બજાર ભાવો પણ ખૂબ ઓછા રાખીને ખેડૂતોને તે ખરીદવા માટે લલચાવવામાં આવે છે. પરંતુ ખેડૂતો ખરીફ પાકમાં ખાસ કરીને મગફળીનું બિયારણની ખરીદી કરતી વખતે સરકાર દ્વારા સૂચવેલા દિશા નિર્દેશોનું પાલન કરે તો બિયારણ નિષ્ફળ જવાની શક્યતા એકદમ ઘટતી હોય છે.
યોગ્ય અને ગુણવત્તાયુક્તની સાથે સરકાર દ્વારા નિર્મિત બિયારણ ખરીદવું (etv bharat gujarat) યોગ્ય અને ગુણવત્તાયુક્તની સાથે સરકાર દ્વારા નિર્મિત બિયારણ ખરીદવું (etv bharat gujarat) ખેડૂતો આ રીતે કરી શકે છે તપાસ: ખેડૂતોએ જે બિયારણની ખરીદી કરી હોય તેના 100 gmની આસપાસનું સેમ્પલ ભારતીય મગફળી અનુસંધાન કેન્દ્ર કૃષિ યુનિવર્સિટી કે ખાનગી લેબોરેટરીમાં તે બિયારણની યોગ્યતા અને ગુણવત્તાને લઈને પૂરતી ચકાસણી કર્યા બાદ જ કોઈ પણ ખાનગી કે અન્ય જગ્યાએથી મેળવેલું બિયારણ નું વાવેતર કરવું જોઈએ જો ખેડૂતો આવું કરવામાં આળસ રાખશે તો બની શકે કે અજાણી કે ખાનગી પેઢી પાસેથી ખરીદેલું બિયારણ ગુણવત્તાયુક્ત નહીં હોવાને કારણે તેમાં ઉગાવો અને ખાસ કરીને મગફળીના ડોડવા બંધાવાની શક્યતા ઘટી જતી હોય છે. જેને કારણે કૃષિ પાકોનું ઉત્પાદન અને ત્યારબાદ ખેડૂતોને ઉત્પાદન થકી મળતું આર્થિક હુડિયામણ ખૂબ ઘટી શકે છે. ખરીફ સીઝનમાં નકલી અને હલકી ગુણવત્તાવાળા બિયારણો ખેડૂતોને બેવકૂફ બનાવીને કેટલાકને લેભાગુ તત્વો આફતમાં અવસર સર્જીને કમાણી કરવાની દિશામાં કામ કરતા હોય છે તેવા લેભાગુ તત્વોથી સાવધ રહીને ખેડૂતોએ યોગ્ય અને ગુણવત્તાયુક્તની સાથે સરકાર દ્વારા નિર્મિત બિયારણ ખરીદવું જોઈએ જેથી બિયારણ નિષ્ફળ જવાની સંભવિત શક્યતાઓમાંથી બચી શકાય છે.
યોગ્ય અને ગુણવત્તાયુક્તની સાથે સરકાર દ્વારા નિર્મિત બિયારણ ખરીદવું (etv bharat gujarat) ગુજરાત 32 ગિરનાર 04 અને 05: ભારતીય મગફળી અનુસંધાન કેન્દ્રના નિયામક ડો.સંદીપકુમાર બેરાએ ETV ભારત સાથે એક્સક્લુઝિવ વાત કરી હતી અને જણાવ્યું હતું કે, ભારતીય મગફળી અનુસંધાન કેન્દ્ર જુનાગઢ દ્વારા GJ 32 ગિરનાર 04 અને ગિરનાર 05 આ જાતનું સૌથી સફળ મગફળીનું બિયારણ ખેડૂતો સુધી પહોંચતું કર્યું છે. જેમાં હાઓલીક એસિડ નું પ્રમાણ 80% જોવા મળે છે. જેને ગુણવત્તા અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સૌથી સારું માનવામાં આવ્યું છે. જેથી ખેડૂતો ખરીફ સીઝનમાં સરકાર દ્વારા નિર્મિત બિયારણોનો ઉપયોગ કરીને સારું કૃષિ ઉત્પાદન મેળવી શકે છે. આ સિવાય અન્ય ખાનગી એગ્રો કે અન્ય જગ્યાએથી ખરીદેલું બિયારણ માટે ખેડૂતો બિયારણનું પાકું બિલ અને તેના લેબલને લઈને આગ્રહી બને તો પણ ખેડૂતો ખાનગી જગ્યાએથી પણ ગુણવત્તાયુક્ત બિયારણ ખરીદવામાં સફળ રહે છે.
ખેડૂતો બિયારણની પસંદગી કરવાની લઈને ખૂબ જ તકેદારી રાખવી (etv bharat gujarat) ચોમાસુ મગફળીના વાવેતરમાં બિયારણની પસંદગીને લઈને કેવી રાખશો તકેદારી (etv bharat gujarat) - PM Modi: 'સરનેમ કરતાં સખત મહેનત વધારે મહત્વની છે': PM મોદીએ એક્સ ઉપર કોની કરી પ્રશંસા? - PM Modi praised Zometo CEO
- લોકસભા ચૂંટણી 2024 કોણ જીતી રહ્યું છે તે વિશે પ્રશાંત કિશોરનો દાવો સામે આવ્યો, યોગેન્દ્ર યાદવે શું કહ્યું જૂઓ - Lok Sabha Election 2024