અમદાવાદ: લોકસભા ચૂંટણીની મત ગણતરી અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ ખાતે થવાની છે. જેને ધ્યાનમાં રાખીને આ બંને સેન્ટર પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. બંને સેન્ટર પર સ્થાનિક પોલીસ, એસઆરપીના જવાનો તેમજ બીએસએફના જવાનોની થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બંને સેન્ટર ખાતે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે (Etv Bharat gujarat) પોલીસની થ્રી લેયર સુરક્ષા: બંને સેન્ટર પર 1-1 ડીસીપી, એસીપી, પીઆઈ, પોલીસ કર્મચારીઓ મળીને 1200 કર્મચારીઓ તહેનાત રહેશે. બંને સેન્ટરની બહારના રોડથી સેન્ટરના ગેટ સુધી પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. ત્યારબાદ ગેટની અંદર એસઆરપી જવાનો રહેશે. મતગણતરી જે રૂમોમાં થશે તેમાં અંદર અને બહાર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, બીએસએફની ટીમો તૈનાત રહેશે. મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ, CCTV, ઉમેદવાર માટેના રુમ ,એલઇડી સહિતની વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી છે.
એલડી એન્જિનિયરિંગ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે (Etv Bharat gujarat) કેન્દ્રથી 100 મીટરની અંદર પ્રવેશ પર પ્રતિબંધ: ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં 4 એપ્રિલે મત ગણતરી હાથ ધરાશે. બંને સેન્ટરની 100 મીટરની અંદર સામાન્ય માણસો પ્રવેશી નહિ શકે. જે વ્યક્તિ પાસે અંદર પ્રવેશવા માટેનો પાસ અથવા મંજૂરી હશે તે જ વ્યક્તિ 100 મીટરની અંદર દાખલ થઈ શકશે.
વાહનચાલકોને અપાઇ સુચના: ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હોવાથી ગુજરાત કોલેજથી કવિ નાથાલાલ ઓવરબ્રિજ નીચે સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તો સોમવારે રાતે 12 વાગ્યાથી મંગળવારે રાતે 12 વાગ્યા સુધી વાહનચાલકો માટે બંધ રહેશે. મતગણતરીના દિવસે ચૂંટણી પંચની વેબસાઇટ http://results.eci.gov.in અને વોટર હેલ્પલાઇન એપ પરથી મત ગણતરીના વલણો અને પરિણામો જાણી શકાશે.
- કચ્છમાં મતગણતરીનું કાઉન્ટડાઉન શરુ, ભુજમાં ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે હાથ ધરાશે મતગણતરી - lok sabha election 2024 result
- જાણો.. સંઘપ્રદેશ દમણ-દીવ લોકસભા બેઠકમાં કોની થશે જીત? કેટલી શક્યતા ? - Lok Sabha Elections 2024