ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં સીલનો સિલસિલો અકબંધ: 2 સ્કૂલ તથા તાજાવાલા હોલ લોહાણા સમાજને કરાયો સીલ - Seal proceedings by Municipality - SEAL PROCEEDINGS BY MUNICIPALITY

રાજકોટની આગની ઘટના બાદ રાજ્ય સહિત પોરબંદરમાં પણ નગરપાલિકા તથા વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 7 દિવસથી નિયમ મુજબ મિલકતો સીલ કરવાનો સિલસિલો યથાવત રહેતા પોરબંદરમાં આજે બે સ્કૂલ તથા તાજાવાલા હોલ લોહાણા સમાજને સીલ કરવામાં આવ્યો હતો.Seal proceedings by Municipality

2 સ્કૂલ તથા તાજાવાલા હોલ લોહાણા સમાજને કરાયો સીલ
2 સ્કૂલ તથા તાજાવાલા હોલ લોહાણા સમાજને કરાયો સીલ (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 1, 2024, 11:01 PM IST

પોરબંદરમાં સીલનો સિલસિલો અકબંધ (etv bharat gujarat)

પોરબંદર:રાજકોટની આગની ઘટના બાદ રાજ્ય સહિત પોરબંદરમાં પણ નગરપાલિકા તથા વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવે છે અને નિયમનું ન પાલન કરનાર એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 7 દિવસથી નિયમ મુજબ મિલકતો સીલ કરવાનો સિલસિલો યથાવત રહેતા પોરબંદરમાં આજે બે સ્કૂલ તથા તાજા વાલા હોલ લોહાણા સમાજને સીલ કરવામાં આવ્યો હતો ત્યારે નગરપાલિકાની કચેરીમાં જ ફાયર સેફ્ટી નો અભાવ હોવાનું જાણવા મળ્યું છે. વેપારી આલમમાં ભય વ્યાપી ગયો હતો અને યોગ્ય કરવા રજૂઆતો કરવામાં આવી હતી.

2 સ્કૂલ તથા તાજાવાલા હોલ લોહાણા સમાજને કરાયો સીલ (etv bharat gujarat)

ફાયર વિભાગ દ્વારા સીલની કાર્યવાહી:રાજકોટની ગોઝારી ઘટના બાદ તંત્ર સફળ જાગી ગયું છે અને નિયમોને નેવે મૂકી બાંધકામ કરાયેલ એકમોમાં ફાયર વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સીલ મારવામાં આવી રહ્યા છે ત્યારે આજે પોરબંદરમાં સરસ્વતી સાયન્સ સ્કૂલ તથા સિગ્મા સ્કૂલને સીલ મારવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોરબંદરના ખાદી ભંડારને પણ સીલ કરવામાં આવ્યો હતો અને કે.બી. તાજાવાળા હોલ લોહાણા સમાજને પણ સીલ કરવામાં આવ્યો હતો આજે બપોરના સમયે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ નગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું કે, ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સ ની બિલ્ડીંગ માં સીલ મારવામાં આવ્યું છે પરંતુ તેના પરિસરમાં આવેલ નિલેશ વસ્ત્ર ભંડાર અને વિલિયમ જોન્સ પીઝા ને પણ સીલ મારવામાં આવ્યું છે.આથી ચેમર ઓફ કોમર્સ ના પ્રમુખે ઉગ્ર રજુઆત કરીને વેપારીઓને યોગ્ય કરવા તથા નિયમ અનુસાર રહી વહીવટી તંત્ર ને ખાતરી આપવાનું જણાવ્યુ હતું છતાં તંત્ર દ્વારા કઈ નહિ કરવામાં આવે તો સીલ તોડી બંધનું એલાન કરવાની ચીમકી જીગ્નેશ કારીયાએ ઉચ્ચારી હતી.

પોરબંદરમાં સીલનો સિલસિલો અકબંધ (etv bharat gujarat)

નિયમનું પાલન ન થતું હોય તેવા સ્થળોને સીલ:જ્યારે પ્રાંત અધિકારી સંદીપ જાદવે જણાવ્યું કે, રાજકોટની ઘટના બાદ એવી ઘટના ફરીથી ન બને તે માટે રાજ્યભર સહિત પોરબંદરમાં પણ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને પોરબંદરના વિવિધ મોલ સ્કૂલ તથા એવા સ્થળો કે જ્યાં વધુ લોકો ભેગા થતા હોય તેવા સ્થળોને સ્કૂલ, મોલ, સમાજની વાડી, બિરલા હોલ, રિલાયન્સ મોલ ,ક્રોમા મોલ , ડી માર્ટ ,ટ્યુશન કલાસીસને પણ સીલ મારવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ઘણા સ્થળો એવા છે કે, ત્યાં નિયમોનું પાલન ન કરવામાં આવતું હોય તો તેને રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીના આદેશ મુજબ ચીફ ઓફિસર દ્વારા સીલ કરવામાં આવ્યા છે અને યોગ્ય ચકાસણી બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે.

સરકારી કચેરીઓમાં NOC ન હોય તો થશે કાર્યવાહી:આ કાર્યવાહીમાં બાધા બનનાર અથવા તો નિયમ વિરુદ્ધ જઈને સીલ તોડનાર પર પાલિકાના નિયમો અને કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. જયારે પાલિકાની કચેરી અને અન્ય સરકારી કચેરીઓમાં જ ફાયર NOC ન હોય તો શું પગલાં લેવાશે, તેવા સવાલ કરતા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, કઈ ઘટતું હશે તો ફાયર NOC પ્રક્રિયા માટે કાર્યવાહી કરવામાં આવશે અને પ્રાંત અધિકારીએ લોકોને અપીલ કરી હતી કે, લોકો પોતે જાણે અને પોતાના પરિસરમાં નિયમ મુજબનું પાલન ન થતું હોય તો જર્જરિત હોય તે પ્રમાણેના યોગ્ય પુરાવા છે કે નહીં તે જોઈ લેવું જોઈએ.

  1. હવામાન વિભાગની ચેતવણી, ગુજરાતનાં આ જિલ્લાઓમાં આવી શકે છે ધૂળની આંધી, જાણો - gujarat weather forecast
  2. વડાપ્રધાન 'ધ્યાન' નથી કરી રહ્યા પરંતુ મીડિયાનું 'ધ્યાન' ખેંચી રહ્યા છે - શત્રુધ્ન સિંહા - Shatrughan Sinha On PM Modi

ABOUT THE AUTHOR

...view details