અમદાવાદ: સપ્તક વાર્ષિક સંગીત સમારોહના બીજા દિવસે વિશ્વ મોહન ભટ્ટ, રૂપક કુલકર્ણી, તનમય બોસ સહિતના શાસ્ત્રીય સંગીતના સાધકો દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવશે. વાંસળી અને તબલા, મોહન વીણા અને સાત્વિક વીણા તેમજ તબલા અને ગાયન દ્વારા બીજા દિવસે પણ સપ્તકમાં સંગીતનો રણકાર ગુંજી ઉઠશે.
રૂપક કુલકર્ણીની સૂરીલી વાંસળી દ્વારા પહેલી બેઠકની શરૂઆત થશે: પહેલી બેઠકમાં વાંસળી પર રૂપક કુલકર્ણી અને તેમની સાથે તબલા પર તનમય બોસ સંગીત સાધના કરશે. તબલા અને વાંસળીના સુરીલા સુરની સાથે સપ્તકના બીજા નિવાસની પહેલી બેઠકની શરૂઆત કરવામાં આવશે.
યોગેશ સમસી અને યોગેશ નાયક રાતમાં રંગ પૂરશે: દ્વિતિય બેઠકમાં ઉલ્હાસ કશાલકરના ગાયન સાથે તબલા પર યોગેશ સમસી અને હારમોનિયમ પર સુધીર નાયક દ્વારા બીજા દિવસની સંધ્યામાં રંગ પૂરવામાં આવશે.
ત્રણ ઘરાનાના શ્રેષ્ઠ પ્રતિનિધિ પંડિત ઉલ્હાસ કશાલકર ગાયન કરશે:પંડિત ઉલ્હાસ કશાલકર એ હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક છે. તેમણે ગ્વાલિયર, જયપુર અને આગ્રા ઘરાનાઓમાં તાલીમ મેળવી છે અને તેઓ ત્રણેય શાળાઓના શ્રેષ્ઠ પ્રતિનિધિઓમાં એક ગણાય છે. તેમના દ્વારા બીજી બેઠકમાં શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરાશે.
મોહન વીણા અને સાત્વિક વિણાની જુગલબંધી થશે: ત્યારે ત્રીજા અને બીજા દિવસની છેલ્લી બેઠકમાં વિદુષી મંજુ મહેતાના ભાઈ મોહન વીણા પર વિશ્વ મોહન ભટ્ટ, સ્વસ્તિક વીણા પર સાલી ભટ્ટ, તબલા પર જ્યોતિર્મય ટીનટીન રોય ચૌધરી અને કેસિયસ ખાન વિદુષી મંજુ મહેતા અને ઉસ્તાદ ઝાકીર હુસેનને ટ્રીબ્યુટ આપશે.