ગુજરાત

gujarat

ETV Bharat / state

ચાંદીપુરા વાયરસનો કહેર : સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું, આજે આવશે સેમ્પલના રિપોર્ટ - Chandipura virus - CHANDIPURA VIRUS

ચાંદીપુરા વાયરસથી ગુજરાતભરમાં ચિંતાની લહેર પ્રસરી છે. સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આઠ શંકાસ્પદ કેસ પૈકી પાંચ દર્દીનું મોત થતા હડકંપ સર્જાયો છે. આ મામલે હવે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું છે.

ચાંદીપુરા વાયરસનો કહેર
ચાંદીપુરા વાયરસનો કહેર (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 12:59 PM IST

સાબરકાંઠા : સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિન પ્રતિદિન વ્યાપક થઈ રહ્યો છે. સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આઠ જેટલા શંકાસ્પદ ચાંદીપુરાના કેસ દાખલ થઈ ચૂક્યા છે. તેમજ આઠ પૈકી પાંચ દર્દીનું મોત થતા સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ભારે હડકંપ સર્જાયો છે.

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું (ETV Bharat Reporter)

ચાંદીપુરા વાયરસનો કહેર :સમગ્ર દેશભરમાં 1956માં ચાંદીપુરા નામના વાયરસનો કહેર ફેલાયો હતો. વર્ષો બાદ ફરી એકવાર ચાંદીપુરા કેસના પગલે અત્યાર સુધીમાં ગુજરાતમાં 17 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસના પગલે અત્યાર સુધીમાં આઠ કેસ નોંધાયા છે. જે પૈકી પાંચ દર્દીનું મોત થતા સમગ્ર વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ સર્જાયો છે.

સાબરકાંઠા જિલ્લા તંત્ર સજ્જ :ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી રૂપે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું છે. જિલ્લાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસ નોંધાયો હોય ત્યાંથી પાંચથી સાત કિલોમીટરના અંતરમાં ફોગિંગ સહિતની પ્રક્રિયા અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. વિવિધ વિસ્તારની પ્રત્યેક સાઇટ પર 25 થી વધારે આરોગ્ય કર્મચારીઓ વિવિધ સફાઈ સહિત ચાંદીપુરા કેસ માટે જવાબદાર જંતુઓને દૂર કરવા કામે લાગ્યા છે.

આજે આવશે સેમ્પલના રિપોર્ટ :સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા ચાંદીપુરા વાયરસના આઠ શંકાસ્પદ કેસના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેના પરિણામ આજે આવશે. ચાંદીપુરા કેસ મામલે સમગ્ર ગુજરાતની નજર સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલ પર મંડાયેલી છે. જોકે શંકાસ્પદ ચાંદીપુરા કેસ મામલે મોકલાયેલા સેમ્પલ કેટલા પોઝિટિવ કે નેગેટિવ આવે છે તે પણ મહત્વનું બની રહે છે.

  1. શંકાસ્પદ ચાંદીપુરમ કેસ મામલો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનું મોત
  2. 14 વર્ષ બાદ ફરી આવ્યો આ વાયરસ, ખેડબ્રહ્મામાં એક વ્યક્તિનું મોત, જાણો..

ABOUT THE AUTHOR

...view details