જામનગર:રક્ષાબંધન નજીક આવી રહી છે. ત્યારે જામનગરના બજારમાં આ વખતે અનેક પ્રકારની રાખડીઓ આવી છે. જેમાં ચાંદી, જર્મન સિલ્વર, ભાઈ-ભાભીની રાખડી, કપલ રાખડી, મ્યુઝિકવાળી રાખડી, લાઈટવાળી રાખડી, સહિતની અનેક પ્રકારની વેરાઈટીઓ બજારમાં છે. જામનગર રાખડી બજારના ભાવની વાત કરીએ તો 8 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની રાખડી અહીં મળે છે. વેપારીના જણાવાયા અનુસાર હાલની તારીખે બજારમાં રાખડી બજારમાં જોઈએ તેટલી ઘરાકી નથી. પરંતુ આગામી સમયમાં જેમ જેમ તહેવારો નજીક આવશે તેમ તેમ ઘરાકી જોવા મળશે તેવી સોનેરી આશા જોવા મળી રહી છે.
જામનગરના બજારમાં રાખડીની અવનવી વેરાયટી, કઈ રાખડીનો છે આ વર્ષે ક્રેઝ, જાણો - Rakhi in the markets of Jamnagar
રક્ષાબંધન નજીક આવી રહી છે. બજારોમાં રાખડીઓની ચમક દેખાઈ રહી છે. તેવામાં હાલ બજારોમાં અલગ અલગ વેરાઇટીવાળી રાખડીઓની માંગ વધી રહી છે. ત્યારે જામનગરમાં પણ એવો જ કઈક માહોલ જોવા મળી રહ્યો છે. જાણો. Rakhi in the markets of Jamnagar
Published : Aug 7, 2024, 5:12 PM IST
ડાયમંડવાળી રાખડીઓએ આકર્ષણ જગાવ્યું: જામનગરમાં ભાઈ બહેનના પવીત્ર તહેવાર રક્ષાબંધનને લઇ બજારમાં આવી થોડી ચમક જોવા મળી છે. અવનવી રાખડીઓથી બજાર ઉભરાયું છે. ચાંદી, સુખડ, જર્મન સિલ્વર અને ડાયમંડવાળી રાખડીઓએ આકર્ષણ જગાવ્યું છે.
લાઇટિંગ રાખડીઓ હાલ હોટ ફૅવરિટ: કપલભાઈ અને બાળકો માટે લાઇટિંગ રાખડીઓ હાલ હોટ ફૅવરિટ છે. કલકત્તી, મુંબઈની રાખડીઓ પણ જામનગરના બજારમાં જોવા મળી રહી છે. બ્રેસલેટ, લટકણ રાખડીઓની પણ બોલબાલા છે. જર્મન સિલ્વર રાખડી રૂપિયા 40 થી 150 અને ચાંદીની રાખડી રૂપિયા 150 થી 400માં વેચાઈ રહી છે. સુખડની રાખડી રૂપિયા 20 થી 120માં તેમજ જડતરની રાખડી 40 થી 150 સુધીમાં મળે છે.