ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકુમાર રાવ બન્યો અમદાવાદનો મહેમાન, ગુજરાતના દૃષ્ટિહીન ઉદ્યમીઓનું સન્માન કર્યું - Rajkumar Rao reached Ahmedabad - RAJKUMAR RAO REACHED AHMEDABAD

બોલિવુડના અભિનેતા રાજકુમાર રાવે તેમની આવનારી ફિલ્મ 'શ્રીકાંત: આ રહા હૈ સબકી આંખે ખોલને'ના પ્રમોશન માટે અમદાવાદ આવી પહોચ્યો હતો.

Etv Bharatરાજકુમાર રાવ
Etv Bharatરાજકુમાર રાવ

By ETV Bharat Gujarati Team

Published : Apr 19, 2024, 7:10 PM IST

Updated : Apr 19, 2024, 7:46 PM IST

અમદાવાદ:અભિનેતા રાજકુમાર રાવે આ ફિલ્મ દ્વારા ભારતના દૃષ્ટિહીન ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વાર્તાને મોટા પડદા પર લાવવાની તૈયારી કરી રહ્યા છે. જ્યારે તેને ફિલ્મના ટ્રેલર માટે અપાર પ્રેમ મળ્યો છે, ત્યારે ચાહકો હવે શ્રીકાંત- આ રહા હૈ સબકી આંખે ખોલનેમાં વાર્તા જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે, રાજકુમારે અમદાવાદમાં ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની બાયોપિક છે આ ફિલ્મ.

રાજકુમાર રાવ બન્યો અમદાવાદનો મહેમાન

સ્વર્ણિમ યુનિવર્સિટીની મુલાકાત લીધી: પ્રમોશનના પ્રથમ ચરણમાં, અભિનેતાએ સ્વર્ણિમ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. તે પછી બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપી, જે દૃષ્ટિહીન લોકોના લાભ અને ઉત્થાન માટે કામ કરે છે. રાજકુમારે આ જ કાર્યક્રમમાં ગુજરાતના 12 થી 15 જેટલા દૃષ્ટિહીન સાહસિકોનું પણ સન્માન કર્યું હતું.

આ ફિલ્મને નિર્દેશિત કોણે કરી છે:T-Series Films અને Choc N Cheese Films Production LLP દ્વારા પ્રસ્તુત ગુલશન કુમાર અને T-સિરીઝ, 'શ્રીકાંત - આ રહા હૈ સબકી આંખે ખોનેરે' તુષાર હિરાનંદાની દ્વારા નિર્દેશિત, ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર અને નિધિ પરમાર હિરાનંદાની દ્વારા નિર્મિત છે.

આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે: રાજકુમારની શ્રીકાંત એક આગામી હિન્દી ફિલ્મ છે. રાજકુમારની આ ફિલ્મ અગાઉ ગયા વર્ષે 15 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ કોઈ કારણસર તેની તારીખ મોકૂફ રાખવામાં આવી હતી. જે 10 મે, 2024 ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, જ્યોતિકા, અલયા એફ અને શરદ કેલકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શ્રીકાંત માટે પસંદ કરાયેલા અન્ય લોકપ્રિય અભિનેતા જમીલ ખાન છે.

  1. ઉર્વશી રૌતેલાએ પોતાનો મત આપ્યો, વીડિયો શેર કર્યો અને કહ્યું- ફક્ત તેને જ પસંદ કરો જે વિકાસ કરશે - URVASHI RAUTELA
Last Updated : Apr 19, 2024, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details