રાજકોટ: જિલ્લાના ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 ની જાહેરાત થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં 16 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરીની જાહેરાત થઈ છે. જેમાં મતદાન મથકો ઉપર મશીન તેમજ સ્ટાફ રવાના કરીને અંતિમ વ્યવસ્થા તંત્ર દ્વારા શરૂ કરી કરવામાં આવી રહી છે. જે માટેની માહિતી આપવા માટે તંત્ર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
ઉપલેટા નગરપાલિકા ચૂંટણી ચાલી રહી છે, જેમાં કુલ 9 વોર્ડમાં 36 ઉમેદવારો માટે આગામી દિવસોમાં મતદાન થશે. આ ચૂંટણી માટે કુલ 112 જેટલા ઉમેદવારોના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપ, કોંગ્રેસ, સીપીઆઇએમ (CPIM), આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, એઆઈએમઆઈએમ (AIMIM) તેમજ અપક્ષ મળી કુલ 112 જેટલા ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી જાહેર કરવામાં આવી (Etv Bharat Gujarat) વોર્ડ નંબર 6 માં સંપૂર્ણ બિનહરીફ વિજેતા: ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ કુલ 87 ઉમેદવારો વચ્ચે આગામી ચૂંટણી માટે મતદાન થશે. તમને જણાવી દઈએ કે, ભાજપે આ ચૂંટણીમાં મતદાન થાય તે પહેલા વોર્ડ નંબર 6 માં સંપૂર્ણ બિનહરીફ વિજેતાની પેનલ મેળવી લીધી છે. જ્યારે અન્ય એક વોર્ડ નંબર 3 માં એક મહિલા અનામતની બેઠક બિનહરીફ વિજેતા મળતા ભાજપે ચૂંટણીમાં મતદાન પહેલા ખાતું ખોલી 5 બેઠકો મેળવી લીધી છે.
ઉપલેટા નગરપાલિકા ચૂંટણી (Etv Bharat Gujarat) મતદારો પણ નારાજ થયા:ઉપલેટા નગરપાલિકા વિસ્તારના 9 વોર્ડ માટે કુલ 112 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા બાદ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી, ત્યારે આ ચકાસણીમાં કુલ 105 ઉમેદવારી ફોર્મને માન્યતા આપવામાં આવી હતી. જ્યારે 7 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા અંતિમ ચરણની કામગીરી શરૂ (Etv Bharat Gujarat) ઉપરાંત ઉમેદવારી નોંધાયા બાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 13 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત ઉમેદવારો દ્વારા પીછે હેટ કરવામાં આવતા મતદારો પણ નારાજ થયા હતા.
ઉપલેટા નગરપાલિકા ચૂંટણી (Etv Bharat Gujarat) 30 મતદાન મથકમાં સંવેદનશીલ મતદાન: ઉપલેટા નગરપાલિકા ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં કુલ 8 વોર્ડ પરથી 87 ઉમેદવારો માટે મતદાન થશે. ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં કુલ 11 જેટલા બિલ્ડીંગોમાં 49 મતદાન મથકમાં મતદાન થશે. જેમાં કુલ 30 મતદાન મથકમાં સંવેદનશીલ મતદાન હોવાનું જણાવવામાં આવ્યું છે.
પત્રકાર પરિષદ યોજી માહિતી જાહેર કરી (Etv Bharat Gujarat) પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં:ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં કુલ 22,198 મહિલા તેમજ 23,018 પુરુષ સહિત કુલ 45,217 મતદારો નોંધાયા છે. આ ચૂંટણીમાં કુલ 87 ઉમેદવારોની ચૂંટણી અંગે મતદાન થશે. જેમાં 5 અધિકારીઓ મોનિટરિંગ કરશે અને 150 કરતા પણ વધારે પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં જોવા મળશે.
તંત્ર દ્વારા અંતિમ ચરણની કામગીરી શરૂ (Etv Bharat Gujarat) 16 ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાનાર મતદાનને લઈને ઉપલેટા મામલતદાર નિખ મહેતા સાથે મામલતદાર કચેરી સ્ટાફ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રિયંક કુમાર ગળચર અને સ્ટાફ દ્વારા મતદાન માટેના સ્ટાફને અને મશીનોનો રવાના કરવામાં આવ્યા છે. ઉપલેટા નગરપાલિકા ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક બુથ પર મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ હોવાનું જણાવ્યું છે. સાથે જ સૌ કોઈ મતદારોએ લોકશાહીના પર્વની ઉજવણી કરી પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને વધુને વધુ મતદાન કરવું જોઈએ તેવી પણ અપીલ કરી છે.
આ પણ વાંચો:
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : થાનમાં 11 બુથ સંવેદનશીલ જાહેર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- નોંધી લો ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં "મતદાન" કેવી રીતે કરશો, વાંચો સંપૂર્ણ પ્રક્રિયા...