રાજકોટ:રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટીકસ પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે સરકારના "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત નશાના સોદાગરો અને નશાના વ્યસનીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ SOGની ટીમ પેટ્રોલિંગ દરમિયાન વધુ એક વખત માદક પદાર્થ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતાં.
રાજકોટમાં 3 લાખથી વધુના બ્રાઉન સુગર સાથે બે શખ્સ ઝડપાયા, નેપાળ સાથે જોડાયા તાર
રાજકોટ શહેરમાંથી માદક પદાર્થના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 3 લાખથી વધુના બ્રાઉન સુગર સાથે બે શખ્સની ધરપકડ કરી છે.
Published : 4 hours ago
પોલીસે રામાપીર ચોકડીના પુલ પાસેથી કેતન અશોકદાન ઉધાસને 62.72 ગ્રામના રૂ. 3 લાખ 13 હજાર 600ના હેરોઈન અને બ્રાઉન સુગર સાથે પકડી પાડ્યો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં NDPS એકટની કલમનો ગુનો નોંધ્યો હતો. આ શખ્સ કઈ જગ્યાએથી માદક પદાર્થનો જથ્થો લાવ્યો હતો અને આ જથ્થો કોને આપવા માટે જતો હતો તે સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરતા ઘણી ચોંકાવનારી માહિતી હાથ લાગી છે.
આ અંગે વધુ માહિતી આપતા SOG પી.આઈ. એસ.એમ.જાડેજા જણાવ્યું હતું કે, 62.72 ગ્રામના હેરોઈન સાથે કેતન અશોકદાન ઉધાસ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત આ માદક પદાર્થને મોકલનાર શખ્સ પૂર્ણ શેરપાની પણ ધરપકડ કરવામાં આવી છે.