રાજકોટઃ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજકોટ શહેર અને જિલ્લામાં 25 જુલાઈ 2024ના રોજ સવારના 10:00 કલાક સુધીમાં પડેલા વરસાદ અંગેની રાજકોટ જિલ્લાના ફ્લડ કંટ્રોલરૂમ પાસેથી એકત્રિત કરવામાં આવેલી આંકડાકીય માહિતીઓ અનુસાર રાજકોટ જિલ્લાના પડધરીમાં 07.25 ઈંચ, રાજકોટ શહેરમાં 11.04 ઈંચ, લોધિકામાં 18.44 ઈંચ, કોટડા સાંગાણીમાં 12.08 ઈંચ, જસદણમાં 05.68 ઈંચ, ગોંડલમાં 16.44 ઈંચ, જામકંડોરણામાં 20.76 ઈંચ, ઉપલેટામાં 29.68 ઈંચ, ધોરાજીમાં 33.44 ઈંચ, જેતપુરમાં 20.04 ઈંચ, વિછીયામાં 07.72 ઈંચ વરસાદ પડ્યો હોવાની માહિતીઓ આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધોરાજીમાં 33.44 ઈંચ, સૌથી ઓછો વરસાદ જસદણમાં 5.68 ઈંચ નોંધાયો - Rajkot News
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધોરાજીમાં 33.44 ઈંચ નોંધાયો છે ત્યારે સૌથી ઓછો વરસાદ જસદણમાં 05.68 ઈંચ નોંધાયો છે.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Published : Jul 25, 2024, 4:16 PM IST
જિલ્લાનો સૌથી વધુ વરસાદ ધોરાજીમાં 33.44 ઈંચઃ રાજકોટ જિલ્લાના ફ્લડ કંટ્રોલરૂમ પાસેથી એકત્રિત કરવામાં આવેલી આંકડાકીય માહિતીઓ અનુસાર જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધોરાજીમાં 33.44 ઈંચ નોંધાયો, સૌથી ઓછો વરસાદ જસદણમાં 05.68 ઈંચ નોંધાયો છે. ઉપરોક્ત માહિતી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજકોટ શહેર અને જિલ્લામાં 25 જુલાઈ 2024ના રોજ સવારના 10:00 કલાક સુધીમાં પડેલા વરસાદ અંગેની સ્થિતિની છે.