પાવાગઢ પ્રતિમા ખંડિત કરવા મામલે જૈન સમાજમાં રોષ (ETV Bharat Reporter) રાજકોટ : પાવાગઢમાં જૈન પ્રતિમાઓને ખંડિત કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના તીર્થ રક્ષા સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી પાવાગઢ તીર્થ મુકામે જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમા ખંડિત કરવા મામલે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
પાવાગઢ પ્રતિમા ખંડિત મામલો :આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, જૈન તીર્થંકર પરમાત્મા સમગ્ર જૈન સમાજ માટે ઉત્કૃષ્ટ કોટીના પૂજનીય અને વંદનીય છે. તાજેતરમાં પાવાગઢ મુકામે જૈન પ્રતિમા ખંડિત થવાની નિંદનીય ઘટનાથી સમગ્ર જૈન સમાજ ભારે આઘાત અને શોકની લાગણી અનુભવી રહ્યો છે. દેશમાં તમામ ધર્મના ઇષ્ટદેવ માટે સદભાવ અને સન્માન બધાને હોવુ જરૂરી છે. જેનાથી ભાઇચારો અને અખંડિતતા જળવાય રહે.
જૈન સમાજની માંગ :પાવાગઢ ખાતે જે પણ તત્વોએ આ અત્યંત નિંદનીય અને અનુચિત કૃત્ય કરેલ છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેમજ જે પ્રતિમા ખંડિત થઈ છે તેમનું અમારા ગુરુ ભગવંતો સૂચવે તે રીતે વિધિપૂર્વક પુનઃ સ્થાપન કરવામાં આવે, તેવી અમારી લાગણી અને માંગણી છે. ભવિષ્યમાં આ પ્રકારનું કોઈ કૃત્ય ન થાય તે જોવાની ખાસ તકેદારી રાખવામાં આવે તેવી પણ માંગ છે.
તમામ તીર્થોને સુરક્ષા આપવા માંગ :જૈન સમાજના આગેવાન નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, પાવાગઢમાં જૈન પ્રતિમાને તોફાની તત્વોએ ખંડિત કરી અને જૈન શાસનને નુકશાન પહોંચે તે પ્રકારની કામગીરી કરવામાં આવી હતી. જેનાથી સમગ્ર રાજ્યના જૈન સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. આ સમાજ સંવેદનશીલ અને જીવદયામાં માનનારો છે. દેશના વિકાસમાં જેનો 65 ટકા ફાળો છે તેવા જૈન સમાજ સાથે આ કૃત્ય વારંવાર થાય છે. તેથી તમામ જૈન તીર્થોને સરકાર દ્વારા સુરક્ષા આપવામાં.
- પાવાગઢ જૈન પ્રતિમા તોડફોડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા
- OTT પ્લેટફોર્મ પરની 'મહારાજ' ફિલ્મનો પોરબંદર વૈષ્ણવોએ કર્યો વિરોધ