રાજકોટ:ધોરાજી શહેરમાં આવેલા ઉપલેટા રોડ વિસ્તાર કે, જે નલિયા કોલોની અને મહંમદી કોલોની વિસ્તાર છે. ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર છ વિસ્તારમાં આવેલો છે. ત્યાં ઘણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતોની લોકોની માંગણીઓ તંત્ર દ્વારા પૂરી નહીં કરવામાં આવતા વર્તમાન સમયની અંદર ચાલી રહેલી ધોરાજી નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોએ મત માંગવા ન આવવું તેમજ નગરપાલિકા હાય-હાયના સૂત્રોચાર સાથે વિવિધ બેનરો લગાડી લોકોએ ચૂંટણીનો બહિષ્કાર શરૂ કર્યો છે.
ધોરાજીમાં ચૂંટણીના બહિષ્કાર સાથે નગરપાલિકા વિરૂધ્ધ સુત્રોચ્ચાર, પ્રવેશબંધીના બેનર પણ લાગ્યા - MUNICIPALITY ELECTIONS BOYCOTT
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો અને મત લેવા કોઈપણ પક્ષના ઉમેદવારોએ આવવું નહીં તેવા સૂર સાથે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે.
Published : Feb 3, 2025, 7:34 PM IST
ધોરાજી નગરપાલિકામાં વોર્ડ નંબર છની અંદર જુના ઉપલેટા રોડ પરના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી, ગટર તેમજ સાફ-સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી અનેક બાબતોથી ઘણા વર્ષોથી પીડાઈ રહ્યા છે. આ બાબતને લઈને સ્થાનિકો દ્વારા જવાબદાર તંત્રને જગાડવા અને તેમની જવાબદારી પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારે વિરોધ અને દેખાવો કર્યા છે. આ બધાની વચ્ચે તેમની કોઈ વાતને ધ્યાન પર ન લેવામાં આવી રહી હોય અને તેમને કોઈ પ્રાથમિક સુવિધાઓ, જરૂરિયાતો પૂરી પાડવામાં ન આવતી હોય તેને લઈને મતદારોનો મિજાજ બગડ્યો છે અને સાથે જ મતદારોએ મત માંગવા ન આવવું તેમજ નગરપાલિકા વિરોદ્ધના સૂત્રોચાર કરવામાં આવ્યા છે.
અહીંયાનો આ વિસ્તાર ગરીબ અને પછાત તેમજ શ્રમિક લોકોનો વિસ્તાર છે. જ્યાં તેમને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ યોગ્ય કામ ન કરાવતા હોય તેવી પણ બાબતોની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી પૂર્ણ થયા બાદ દેખાતા ન હોય કે આ કોલોની સામુ કે વોર્ડ નંબર 6 વિસ્તારમાં ધ્યાન ન દેતા હોય કે જોવાના મળતા હોય તેવી પણ ફરિયાદ કરી છે. આ વિસ્તારના લોકોએ એકત્રિત થઈને પોતાના વિસ્તારની અંદર બેનરો લગાવ્યા છે અને સુત્રોચાર કરી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જેથી આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો અહીંયા મત માંગવા જાય છે ત્યારે મતદારોનો કેટલો પ્રહાર સહન કરે છે. કેવા પ્રકારની ચૂંટણી જીતે છે તે તો આવતા સમયની અંદર જ ખ્યાલ આવશે પરંતુ હાલ આ પ્રકારના બેનરો લાગતા વિરોધ નો સુર ઉમેદવારોને ભારે પડવાની પણ સંભાવનાઓ સામે આવી છે.