ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રેનથી મુસાફરી કરવાના છો તો આ નોંધી લો ! વરસાદના કારણે રેલવે પરિવહન પ્રભાવિત - Western Railway Update

છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. રોડ-રસ્તા સહિત રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેકના સમયમાં ફેરફાર અથવા ટૂંકાવવામાં આવી છે. જુઓ સંપૂર્ણ માહિતી

વરસાદના કારણે રેલવે પરિવહન પ્રભાવિત
વરસાદના કારણે રેલવે પરિવહન પ્રભાવિત (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2024, 1:38 PM IST

ગાંધીનગર :સતત વરસી રહેલા વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેકના સમયમાં ફેરફાર અથવા ટૂંકાવવામાં આવી છે.

વડોદરા :ભારે વરસાદ બાદ વધુ પડતા પાણી ભરાવાને કારણે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના કારણે કેટલીક ટ્રેન સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે.

  • ટ્રેન નંબર 19575 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ (28 ઓગસ્ટ 2024) સંપૂર્ણપણે રદ્દ
  • ટ્રેન નંબર 19575 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ (29 ઓગસ્ટ 2024) સંપૂર્ણપણે રદ્દ
  • ટ્રેન નંબર 20820 ઓખા-પુરી સુપરફાસ્ટ (28 ઓગસ્ટ 2024) સંપૂર્ણપણે રદ્દ

રાજકોટ :પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના બાજવા સ્ટેશન પર ભારે વરસાદને કારણે વધુ પડતા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ (28 ઓગસ્ટ 2024) સંપૂર્ણપણે રદ્દ
  • ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ (28 ઓગસ્ટ 2024) સંપૂર્ણપણે રદ્દ
  • ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (28 ઓગસ્ટ 2024) સંપૂર્ણપણે રદ્દ

મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે સાવચેતીના ભાગરૂપે વાંકાનેર અને મોરબી વચ્ચે આજરોજ ચાલતી ડેમુ ટ્રેનોની તમામ ટ્રીપ રદ કરવામાં આવી છે.

વધુ માહિતી માટે અહીં ચેક કરો :ભારતીય રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત અપડેટ્સ માટે સતત ભારતીય રેલવેની ઓફિશિયલ વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  1. રાજકોટ રમણભમણ : જનજીવન પ્રભાવિત, 1299 લોકોનું સ્થળાંતર કરાયું
  2. સામખીયાળીથી માળીયા નેશનલ હાઈવે બંધ, જાણો મોરબી જિલ્લાની સ્થિતિ

ABOUT THE AUTHOR

...view details